અમદાવાદમાં છેલ્લા ચાર કલાકમાં 1 ઇંચ વરસાદ !!

0
104

અમદાવાદ,તા:23

લાંબા સમયના વિરામ બાદ શહેરમાં ગઈકાલે મોડી રાતથી પડી રહેલા ઝરમર વરસાદ બાદ શહેરમાં વરસાદનું જોર વધ્યું હતું. છેલ્લા ચાર કલાકમાં શહેરમાં 1 જેટલો ઇંચ વરસાદ પડ્યો છે. રાણીપ, ચાંદખેડા, મોટેરા, શાહીબાગ, ઉસ્માનપુરા, વાડજ, ઓઢવ, મેમકો, નરોડા, સૈજપુર, સરખેજ, એસજી હાઇવે વગેરે વિસ્તારમાં અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

અમદાવાદમાં સવારે 6થી 10 વાગ્યા સુધીમાં એક જેટલો ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ 5mm વરસાદ વરસ્યો છે. શનિવાર રાતથી બોપલ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, એસજી હાઇવે, વૈષ્ણદેવી સર્કલ, રાણીપ,ચાંદખેડા, મોટેરા, સાબરમતી, દુધેશ્વર, રખિયાલ, ઓઢવ, શાહીબાગ, મણિનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે.શહેરના સીટીએમ, બોલપ, એસજી હાઈવે વસ્ત્રાપુરમાં આવેલા નિચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જવાથી વાહનચાલકો માટે મોટી સમસ્યા ઉભી થઈ છે. ત્યારે શહેરની સાબરમતી નદીમાં વરસાદી પાણી સાથે કેમિકલનું પાણી પણ ફેકટરી માલિકોએ છોડ્યું હોવાની ફરિયાદો સામે આવી છે. જેથી નિચાણવાળા વિસ્તારોમાં રહેતા સ્થાનિકોએ વરસાદી પાણીની સાથે કેમિકલના પાણીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ માં ગઈકાલે(શનિવાર) રાતથી સામાન્ય વરસાદની શરૂઆત થઈ હતી. શહેરમાં સતત વરસાદને પગલે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. ત્યારે હજુ પણ શહેરમાં આગામી 3 દિવસથી સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.