અમદાવાદ એરપોર્ટ 50 વર્ષ માટે અદાણી ગ્રુપના હવાલે

0
64

અમદાવાદ
તા 7
અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડનું સંચાલન અદાણી ગ્રુપને સોંપાયું છે. અદાણી ગ્રુપ અમદાવાદ એરપોર્ટનું સંચાલન 50 વર્ષ માટે કરશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ એક નિવેદનમાં આ માહિતી આપી છે. તો આ માટે અમદાવાદ એરપોર્ટને શણગારવામાં આવ્યું છે. ડોમેસ્ટિક, ઇન્ટરનેશનલ અને કાર્ગો એરિયામાં પણ અદાણી ગ્રુપના પોસ્ટર પણ લાગાવવામાં આવ્યા છે.

ટ્વિટર પર ઓથોરિટી અને અદાણી ગ્રુપના અધિકારીઓને દસ્તાવેજ હસ્તાક્ષર કરવાની તસ્વીરો પણ શેર કરવામાં આવી છે. 50 વર્ષ સુધી અદાણી ગ્રુપ એરપોર્ટનું સંચાલન કરશે. ત્યારે અદાણી ગ્રૂપ દ્વારા એરપોર્ટના વિકાસ માટે સુવિધાઓ વધારવામાં આવશે. ફેબ્રુઆરી 2019માં કેન્દ્ર સરકારે 6 મુખ્ય એરપોર્ટનું ખાનગીકરણ કર્યું હતુ. એરપોર્ટ ઓથોરિટી દ્વારા અદાણી ગ્રુપને અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ, લખનઉ એરપોર્ટ અને મેંગલુરુ એરપોર્ટ સોંપાયા છે.