અમદાવાદની સરહદો સીલ માત્ર GJ-01 વાહનને જ એન્ટ્રી

0
97

અમદાવાદ
તા : 21
અમદાવાદ શહેરમાં કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. જેનો કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે. અમદાવાદની સરહદો પર પોલીસ તૈનાત છે અને કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. શહેરના રહેવાસીઓ અને GJ-01 પાસિંગના વાહનોને જ પ્રવેશ અપાય છે. જોકે આ કારણે શહેર આવતા અન્ય જિલ્લાના મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા.

સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરો સનાથલ ચોકડી પાસે અટકાવવામાં આવે છે. સનાથલના એન્ટ્રી પોઇટ પર દરેક વાહન ચાલકની પૂછપરછ કરી વેલિડ ડોક્યુમેન્ટ ના હોય અથવા યોગ્ય કારણ ના જણાવી શકે તો શહેરમાં એન્ટ્રી અપાતી નથી. આ કારણે મુસાફરોએ પરત જવું પડે છે, પરત જનારા લોકોએ 5-10 ગણું વધારે ભાડું ચુકવવાનો વારો આવે છે.

ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ હોવાથી તેમા રહેલા મુસાફરોને બહાર સરહદ પર જ ઉતારી દેવામા આવે છે, જેથી મુસાફરોએ પોતાના સ્થળોએ જવા માટેના વાહનો ગોતવા પડે છે અને તે માટે ચાલકોને મોટાપાયે રકમ ચૂકવવી પડતી હોય છે. જે વાહનોને પ્રવેશ નથી આપવામાં આવતો તેના મુસાફરો સાથે પોલીસે ઘર્ષણમાં પણ ઉતરવું પડે છે. એરપોર્ટ પર એએમટીએસ દ્વારા બસ મુકાઈ હોવા છતાં તેમા મોટાભાગના લોકો જતા નથી.