અમદાવાદમાં તાપમાન 10 ડીગ્રીથી નીચે જવાની આગામી

0
45

અમદાવાદ
તા : 28
ઉત્તર ભારત તરફથી ફૂંકાતા ઠંડા પવનને કારણે ગુજરાતમાં ઠંડીમાં દિવસે ને દિવસે વધારો થઇ રહ્યો છે. હવામાન વિભાગની આગાહીના સતત બીજા દિવસે ગુજરાતનાં અનેક શહેરોમાં સરેરાશ લઘુતમ તાપમાન નીચે નોંધાયું છે. નલિયામાં પારો ગગડીને 3.2 ડીગ્રી પહોંચી ગયો હતો, ત્યારે ફરી એકવાર રેકોર્ડબ્રેક ઠંડી પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે, જેને કારણે દરિયામાં મોટો કરંટ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે માછીમારો માટે અલર્ટ જાહેર કર્યું છે, જેમાં રાજ્યના નાના-મોટા તમામ માછીમારોને દક્ષિણ અરબી સમુદ્રમાં ન જવા સૂચના આપી દેવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે બે દિવસ નીચું તાપમાન રહેશે એવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદમાં મહત્તમ તાપમાનમાં 0.2 ડીગ્રીનો વધારો, જ્યારે 13.4 ડીગ્રી સાથે સરેરાશ લઘુતમ તાપમાનમાં સામાન્ય કરતાં 1.1 ડીગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી 3 દિવસ દરમિયાન અમદાવાદમાં 10થી 12 ડીગ્રી વચ્ચે સરેરાશ લઘુતમ તાપમાન રહી શકે છે. ગત રાત્રિએ 8 ડીગ્રી સાથે નલિયામાં સૌથી ઓછું તાપમાન નોંધાયું હતું. આ સિવાય અન્યત્ર જ્યાં 13 ડીગ્રીથી નીચું તાપમાન નોંધાયું હોય એમાં 12 ડીગ્રી સાથે ગાંધીનગર અને 12.2 સાથે ડીસાનો સમાવેશ થાય છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે ‘પશ્ચિમ રાજસ્થાનમાં સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે. આગામી 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાન 3 ડીગ્રી સુધી ઘટતાં ઠંડીમાં વધારો થઇ શકે છે.