AIIMSએ સીબીઆઈને સોંપ્યો વિસેરા રિપોર્ટ

0
69

મુંબઈ,તા:29

એક્ટર સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને AIIMS દ્વારા CBIને રિપોર્ટ સોંપવામાં આવ્યો છે. હવે AIIMSના રિપોર્ટ પર સીબીઆઈ અંતિમ નિર્ણય લેશે. સીબીઆઈ મળેલ પુરાવાઓને આધારે એ નિષ્કર્ષ પર આવશે કે સુશાંતે આપઘાત કર્યો હતો કે તેની હત્યા કરવામાં આવી હતી. સીબીઆઈને એટોપ્સી અને વિસરાની તપાસ રિપોર્ટ સોંપવામાં આવી છે. સીબીઆઈ અન્ય પુરાવાઓ સાથે રિપોર્ટનો મેળ કરશે. રિપોર્ટના આધારે સીબીઆઈ પોતાની તપાસ આગળ વધારશે.

સીબીઆઈને સોંપાયો વિસેરા રિપોર્ટ

સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસમાં AIIMS દ્વારા સીબીઆઈને વિસેરા રિપોર્ટ સોંપવામાં આવ્યો. જેથી હવે સુશાંતના મોત પાછળનું કારણ સામે આવ્યુ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે સુશાંતને કોઈપણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યુ નથી. જેથી AIIMSના ડોક્ટર્સની પેનલ દ્વારા સોંપવામાં આવેલા રિપોર્ટમાં ઝેરના અંશ મળ્યા નથી.

પરિવારના વિરોધમાં વિસેરા રિપોર્ટ

સુશાંતના પરિવારનો આક્ષેપ છે કે, સુશાંતને મોત પહેલા ઝેર આપવામાં આવ્યું હતુ. ત્યારે હવે એઈમ્સના રિપોર્ટ પરથી નક્કી થયું છે કે, તેને કોઈપણ પ્રકારનું ઝેર આપવામાં આવ્યું નથી. તો બીજી તરફ સીબીઆઈનું કહેવું છે કે, સુશાંતસિંહ રાજપુત આપઘાત કેસમાં તમામ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. સીબીઆઈ આ મામલે રિયા સહિત તેના પરિવારની પણ પૂછપરછ પણ કરવામાં આવી છે.

સુંશાતની મોતની તપાસ પ્રોફેશ્નલ રીતે

ઉલ્લેખનીય છે કે આ મામલે સીબીઆઈનું કહેવાનું છે કે તેઓ તમામ એન્ગલે તપાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે સુંશાતની મોતની તપાસ પ્રોફેશ્નલ તરીકે થઈ રહી છે. તમામ અવલોકનોનો અત્યંત ઝીણંવટ પૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. નોંધપાત્ર છે કે આ માલામાં સીબીઆઈ હવે સુશાંતના પરિવારજનો અને તેમની બહેનોની પણ પૂછપરછ કરી શકે તેવી શક્યતાઓ છે.

વકીલનો આરોપ

જણાવી દઈએ કે સુશાંત સિંહ રાજપૂતના પરિવારના વકીલ વિકાસ સિંહએ કહ્યું હતું કે સુશાંત કેસ હવે સીબીઆઈ માટે પ્રાથમિકતા નથી રહ્યો પરંતુ, હવે જયારે એઇમ્સનો રિપોર્ટ સીબીઆઈને સોંપવામાં આવ્યો છે તો તપાસ એજન્સી ફરી એકવાર એક્શનમાં જોવા મળશે અને એક્ટરના મોત સાથે જોડાયેલા અનેક રહસ્યો ખુલશે.