શંકર ચૌધરીએ હવામાંથી પાણી બનાવતા મશીનનું કર્યું પરીક્ષણ

0
75

બનાસકાંઠા
તા : 26
ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી શંકર ચૌધરીએ એક મશીનનું પરીક્ષણ કર્યું જે ગુજરાતમાં સરહદી વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવામાં મદદગાર નીવડી શકે છે. ભારત-પાક સરહદ પર રણકાંઠાના એક ગામમાં વીજળીથી ચાલતુ એક ખાસ મશીન મુકાયું છે જે હવામાંથી દરરોજ 120 લીટર પાણી બનાવે છે. આ અંગે વધુમાં શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ ટેકનોલોજીના વિકાસ માટે વધુ પ્રયત્નો આપણે કરી રહ્યા છે જે આવનારા સમયમાં આશિર્વાદરૂપ સાબિત થશે. વડાપ્રધાન મોદીએ પણ આ કાર્યને આગળ ધપાવવા આહ્વાન કર્યું છે. આ પ્રકારની ટેકનોલોજીના વિકાસ થકી રણકાંઠાના વિસ્તારમાં પાણીની સમસ્યાનો ઉકેલ લાવી શકાશે.