કોરોના સંક્રમિત અક્ષય કુમાર હોસ્પિટલમાં દાખલ

0
32

મુંબઇ
તા : 05
બોલીવુડ સુપરસ્ટાર અક્ષયકુમાર (Akshay Kumar) ના ચાહકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે. એવા રિપોર્ટ્સ છે કે કોવિડ 19 પોઝિટિવ આવ્યા બાદ હવે અક્ષયકુમારની હાલત બગડી છે. જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરાયો છે. મીડિયાના રિપોર્ટ મુજબ સ્વાસ્થ્ય ઠીક ન હોવાના કારણે સોમવારે સવારે અક્ષયકુમારને પવઈ સ્થિત હીરાનંદાની હોસ્પિટલમાં દાખલ કરાયો છે. જો કે અત્યાર સુધી અક્ષયકુમાર કે તેની ટીમ તરપથી એવું કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી.

અક્ષયકુમારે પોતાના કોવિડ રિપોર્ટની જાણકારી પોતાના ફેન્સ સાથે શેર કરી હતી. તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે હું તમામને એ સૂચિત કરવા માંગુ છું કે સવારે મારો કોવિડ 19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તમામ પ્રોટોકોલને ફોલો કરતા મેં મારી જાતને આઈસોલેટ કરી છે. હું હાલ હોમ ક્વોરન્ટિન છું અને તમામ જરૂરી સ્વાસ્થ્ય દેખભાળ કરી રહ્યો છું. તમામને અપીલ કરું છું કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હતાં તેઓ પોતાનો ટેસ્ટ કરાવે અને પોતાનું ધ્યાન રાખે. જલદી એક્શનમાં પાછો ફરીશ.