AMC ચૂંટણીની ચાર દિવસમાં થઈ શકે છે જાહેરાત

0
107

અમદાવાદ
તા : 18
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની AMC ચૂંટણીની આગામી ચાર કે પાંચ દિવસમાં જ વિધીવત જાહેરાત થનાર છે. મતદાન ફેબુ્રઆરીના ત્રીજા સપ્તાહમાં હશે. કોર્પોરેટરોને તેમના પ્રચાર માટે માત્ર ત્રણ સપ્તાહ જેટલો જ ટૂંકો સમયગાળો મળનાર છે. બીજી તરફ ભાજપના હમણાના જ 140 કોર્પોરેટરોમાંથી 45થી 50 ટકાને જુદાં જુદાં કારણોસર પડતા મુકવામાં આવશે તેવી સંભાવના હોવાથી સૌ પોતપોતાની ખુરશી સાચવવાની વેતરણમાં પડયા છે. પક્ષમાં પોતાની અગત્યતા સિદ્ધ કરવા નેતાઓની ઓફિસોના પગથીયાં ઘસવા માંડયા છે.

સરકારે સુપ્રિમ કોર્ટમાં ૨8મી ફેબુ્રઆરી સુધીમાં તમામ ચૂંટણીઓ પુરી કરી દેવા બાંયેધરી આપેલી છે. જેના સંદર્ભમાં ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલાં તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, રાજકોટ, જામનગર વગેરે 6 મ્યુનિ. કોર્પોરેશનો અને નગરપાલિકાઓની ચૂંટણી યોજાશે. જ્યારે બીજા તબક્કામાં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણીઓ યોજાશે.

પરિમાણ 1લી કે ૨જી માર્ચના રોજ જાહેર થવાની શક્યતા છે. દરમ્યાનમાં અમદાવાદમાં ગેરકાયદે બાંધકામોના હપ્તા ઉઘરાવાથી લઈને જુદાં જુદાં સ્તરે ભ્રષ્ટાચારમાં નામ ગાજેલું છે, તેવા કોર્પોરેટરો કપાશે તેમ માનવામાં આવે છે. મધ્યઝોનના કેટલાંક કોર્પોરેટરોની હપ્તાખોરીથી તો હાઈકમાન્ડ પણ વાકેફ હોવાનું કહેવાય છે. આ કોર્પોરેટરોએ તેમની મોનોપોલી ઉભી કરી દીધી છે અને અમારા સિવાય કોઈ નહીં ચૂંટાય તેવી હવા ઉભી કરવા માંડયા છે. આ ઉપરાંત જે મહિલા કોર્પોરેટર પોતે નિષ્ક્રીય છે અને તેમના પતિ ‘વહીવટ’ કરી રહ્યાં છે, જેને મ્યુનિ.માં સીપી (કોર્પોરેટર પતિ) તરીકે ઓળખવામાં આવે છે.