અમેરિકાના કોલોરાડોમાં મોટી વિમાન દુર્ઘટના ટળી

0
12

કોલોરાડો
તા : 21
અમેરિકાના કોલોરાડોમાં એક મોટી વિમાન દુર્ઘટના થતા બચી છે. કોલોરાડોમાં એક કોમર્શિયલ વિમાનના એન્જિનમાં આગ લાગતા ઇમરજન્સી લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી. મળતી માહિતિ પ્રમાણે વિમાને જેવી ઉડાન ભરી કે તેના એક એન્જિનમાં આગ લાગી, જેના કારણે પ્લેનમાં અફરા તફરી મચી ગઇ. ત્યારબાદ પ્લેનના પાયલટે સમજદારી દાખવીને પ્લેનનું ઇમરજન્સી લેન્ડિંગ કરાવ્યું.

આ પ્લેનની અંદર ક્રુ મેમ્બર સહિત કુલ 241 યાત્રીઓ સવાર હતા. સદ્ભાગ્યે આ ઘટનામાં કિ પ્રકારની જાનહાનિ કે ઇજા થઇ નથી. અમેરિકામાં રવિવારે બોઇંગ 777 વિમાન ઉડાન ભરતાની સાથે જ ઓક મોટી દુર્ઘટનાનો શિકાર બન્યું હતું. આ ઘટનાની જાણકારી આપતા અધિકારોએ જણાવ્યું કે ટેકઓફના તરત બાદ વિમાનના જમણી બાજુના એન્જિનમાં આગ લાગી હતી. ત્યારબાદ પ્લેનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી.

વિમાનમાં સફર કરનારા તમામ યાત્રીઓ અને ક્રુ મેમ્બર સુરક્ષિત છે. આ વિમાન ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી હોનોલુલુ જઇ રહી હતી. એન્જિનમાં આગ શા માટે લાગી છે તે અંગે તપાસ શરુ કરવામાં આવી છે. એન્જિનમાં આગ લાગ્યાનો વીડિયો એક યાત્રીએ પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો છે. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.