WHO ઓર્ગેનાઇઝેશનના CEO તરીકે અનિલ સોનીની નિમણૂક

0
43

પેરિસ
તા : 08
વર્લ્ડ હેલૃથ ઓર્ગેનાઇઝેશન ફાઉન્ડેશને પોતાનું ભંડોળ વધારવાની આશાએ એવા સીઇઓની નિમણૂક કરી છે જે વધારે પ્રમાણમાં પ્રાઇવેટ ડોનેશન લાવી શકે જેથી કરીને કોઇ દેશ ભંડોળ ન આપે તો તેને પોતાની પ્રવૃત્તિઓ ચલાવવામાં તકલીફ ન પડે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં અમેરિકાએ ડબ્લ્યુએચઓના ભંડોળમાં કાપ મૂક્યો હતો. મલ્ટીનેશનલ ફાર્મા કંપની સાથે આઠ વર્ષ કાર્ય કર્યા પછી અનિલ સોની જાન્યુઆરી, 2021માં ડબ્લ્યુએચઓ ઓર્ગેનાઇઝેશન સાથે જોડાશે.

ઉલ્લેખનીય છે કે મે, 2020માં ડબ્લ્યુએચઓ ફાઉન્ડેશનની સૃથાપના કરવામાં આવી હતી. ડબ્લ્યુએચઓને વધુ શક્તિશાળી બનાવવા અને તેના માટે ભંડોળ એક્ત્ર કરવા માટે આ સંગઠનનની રચના કરવામાં આવી હતી. સોનીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં સમગ્ર વિશ્વ આરોગ્યની દ્રષ્ટિએ એક કટોકટીભર્યા સમયમાંથી પસાર થઇ રહ્યું છે. કોરોના મહામારી સામે લડવા માટે મોટા પ્રમાણમાં ભંડોળની જરૂર છે.

ડબ્લ્યુએચઓ ફાઉન્ડેશનનું મુખ્યાલય જીનિવામાં રાખવામાં આવ્યું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ જો બિડેને જણાવ્યું છે કે અમેરિકા જાન્યુઆરીમાં ફરીથી ડબ્લ્યુએચઓમાં સામેલ થશે. ચાલુ વર્ષે જર્મનીએ ડબ્લ્યુએચઓને સૌથી વધુ ભંડોળ આપ્યું છે. ત્યારબાદ બિલ અન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનને સૌથી વધુ ભંડોળ આપ્યું છે. અનિલ સોની બિલ એન્ડ મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશનના સલાહકાર પણ રહી ચૂક્યા છે.