ચીની બેંકો લાલઘૂમ-અનિલ અંબાણીની મિલ્કત પર શરૂ કરી આ કાર્યવાહી

0
66

નવી દિલ્હી,તા:28

દેવાની ચુકવણી ન કરતા ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીની સંપત્તિ જપ્ત કરવા ચીનની ત્રણ બેન્કોએ કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.નોંધનીય છે કે કે ચીનની આ ત્રણેય બેંકોનું અનિલ અંબાણીને 716 મિલિયન ડોલર (લગભગ 5,276 કરોડ રૂપિયા) દેવું છે. આ સિવાય આ માટેની કોર્ટની કાયદાકીય કાર્યવાહીનો ખર્ચ પણ ચીની બેંકો દ્વારા વસૂલ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં UKની એક અદાલતમાં સુનાવણી દરમિયાન અનિલ અંબાણીએ કહ્યું હતું કે તેમની પાસે ખર્ચ કરવા માટે પૈસા કમાવવાનું કોઈ સાધન નથી અને તેઓ ઘરેણાં વેચીને જીવી રહ્યા છે.

ચીનની બેંકોએ આ નિર્ણય UKની હાઇકોર્ટમાં શુક્રવારે થયેલી સુનાવણી પછી લીધો હતો. આ દરમિયાન અનિલ અંબા ણી એ દાવો કર્યો હતો કે તેમની પાસે રૂપિયા કમાવવાનું કોઈ સાધન બચ્યું નથી. તેઓ અત્યંત સાદગીપૂર્વક જીવન જીવી રહ્યા છે. તેઓ એમ પણ કહ્યું કે તેમની પ્રોપર્ટી વેચવા માટે તેમણે કોર્ટ પાસેથી પરવાનગી લેવી પડશે.એક સમયે અનિલ અંબાણી દુનિયાના સૌથી ધનિકોમાં 6ઠ્ઠા સ્થાને હતા. જો કે ત્યાર બાદ તેમનો વ્યાપાર સતત ઘટતો ગયો.

યુકે કોર્ટે અનિલ અંબાણીને ચાલુ વર્ષે 22 મેના રોજ ઇન્ડસ્ટ્રીયલ કોમર્શયલ બેંક ઓફ ચાઇના, એકપૉર્ટ ઈમ્પોર્ટ બેંક ઓફ ચાઇના અને ડેવલપમેન્ટ બેંક ઓફ ચાઇનાને 716 મિલિયન (આશરે 5,276 કરોડ રૂપિયા) અને સાથે વ્યાજ અને કાનૂની ખર્ચ વગેરે પેટે 750 હજાર પાઉન્ડ (લગભગ 7,04 કરોડ રૂપિયા) ચુકવવાનો આદેશ આપ્યો છે.22 જૂન સુધી અનિલ અંબાણીનું દેવું વધીને 717.67 મિલિયન ડોલર સુધી પહોંચી ગયું છે.