‘સંવેદનાના સૂર’ : લેખક નસીર ઈસમાઈલીનું અવસાન

0
16

મુંબઇ
તા : 28
કોરોનાના કહેરમાં સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાના નિવૃત્ત અધિકારી અને ગુજરાતી સાહિત્ય જગતની પ્રસિદ્ધ હસ્તિ નસીર ઈસમાઈલીનું દુખદ નિધન થયું છે. ગુજરાતના જાણીતા લેખક નસીર ઈસમાઈલીનું 74 વર્ષે કોરોનાને કારણે નિધન થયું છે. તેમની સર્વપ્રથમ મૌલિક કૃતિ ‘સ્વપ્નનું મૃત્યુ’ નામની વાર્તા હતી.તેઓનો જન્મ 12 ઓગષ્ટ, 1946ના રોજ હિંમતનગર ખાતે થયો હતો અને તેમનું વતન ધોળકા હતું. તેઓ સંવેદનાના સૂર’ નામની પ્રખ્યાત કોલમથી તેમને લખવાની શરૂઆત કરી હતી અને લોકોમાં તે ઘણી જાણીતી પણ હતી.

નોંધનીય છે કે, 1990માં તેમની વાર્તાઓ પરથી ‘જિંદગી એક સફર’ નામની ટીવી સીરિયલ પણ બની હતી. ‘તૂટેલો એક દિવસ’ નામની નવલકથા પણ લખી છે. તેમની વાર્તાઓથી આકર્ષાઈને એક કવિયત્રી તેમને મળવા માંગતા હતા. પરંતુ કોઇ કારણોસર તે શક્ય બન્યું ન હતું. જેના કારણે તે કવિયત્રીએ આત્મહત્યા કરી લીધી હતી. નસીર ઈસમાઈલીને આ ઘટનાનો બહુ મોટો આઘાત લાગ્યો હતો અને તેમાંથી જ ટીવીની બહુ વખણાયેલી પ્રસંગકથા ‘સંગતિ’ બનાવી હતી.