એક્ટ્રેસ ગીતા બસરા બેબી બમ્પ ફ્લોન્ટ કરતી નજર આવી

0
23

મુંબઇ
તા : 08
ભારતીય પૂર્વ ક્રિકેટર અને કલકત્તા નાઇટ રાઇડર્સ ના સ્ટાર સ્પીનર બોલર હરભજન સિંહ ની પત્નિ બીજી વખત માં બનવાની છે. હરભજન સિંહની એકટ્રેસ પત્નિ ગીતા બસરા (Geeta Basra) એ ભલે ફિલ્મી પડદાં પર વધારે કામ ના કર્યુ હોય પણ ફેંસ તેને આજે પણ પસંદ કરે છે.

ભજ્જીની પત્નિ એકટ્રેસ ગીતા બસરા અગાઉ પણ એક દિકરીના માતા છે. તેણે પોતાની એક ખૂબસૂરત તસ્વીર શેર કરીને ફેંસને ખુશખબરી આપી હતી. જોકે હાલમાં જ ક્લીનીક પહોંચેલી બેબીબંપ સાથે ગીતા બસરાની તસ્વીર સામે આવી છે. બેબી બંપ સાથે નજર આવેલી ગીતા બસરા એકદમ સિમ્પલ લુકમાં નજર આવી રહી છે. જે લુક ફેંસને પણ ખૂબ પસંદ પડી રહ્યો છે.

આ પહેલા થોડાક દીવસ અગાઉ ગીતા બસરા બેબી બંપ સાથે યોગા કરતી હોવાની તસ્વીરો પણ તેણે શેર કરી હતી. ગીતા બસરા અને હરભજન સિંહ ના લગ્ન 2015માં થયા હતા. લગ્ન બાદ થી જ ગીતા બસર ફિલ્મોની દુનિયા થી દુર જોવા મળી રહી છે.