બાલિકા વધુના ડિરેક્ટરની હાલત ખરાબ- શાકભાજી વેચવાનું કર્યું શરૂ

0
57

મુંબઈ,તા:28

કોરોના વાયરસ મહામારી અને તેના કારણે 6 મહિનાથી પણ વધારે સમય સુધી ચાલેલ લોકડાઉને ભારતની અર્થવ્યવસ્થા ની કમર ભાંગી નાખી છે. કરોડો લોકો બેરોજગાર થઈ ગયા, જીડીપી માઇનસ 23 પહોંચી ગઈ. તેની અસર ટીવી ઈન્ડસ્ટ્રી પર પણ જોવા મળી રહી છે. બાલિકા વધુ, કુછ તો લોગ કહેંગે જેવી લોકપ્રિય ટીવી સિરયલના ડાયરેક્ટર રામવૃક્ષ ગૌડ પરિવારનું ગુજરાન ચલાવવા માટે શાકભાજી વેચીને દિવસો પસાર કરી રહ્યા છે.

આઝમગઢ જિલ્લાના નિઝામાબાદ વિસ્તારના ફરહાબાદના રહેવાસી રામવૃક્ષ 2002માં પોતાના મિત્ર સાહિત્યકાર શાહનવાઝ ખાનની મદદથી મુંબઈ પહોંચ્યા હતા. તેમણે ફિલ્મ ઉદ્યોગમાં જગ્યા બનાવવા માટે ઘણી મેહનત કરી. પહેલાં તેમણે લાઈટિંગ ફીલ્ડમાં કામ કર્યું, ત્યારબાદ ટીવી પ્રોડક્શનમાં નસીબ અજમાવ્યું. ધીમે ધીમે અનુભવ વધ્યો તો ડાયરે ક્શન કરવાની તક મળી. ડાયરેક્શનનું કામ રામવૃક્ષને પસંદ આવ્યું અને તેમણે આ જ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવ વાનો નિર્ણય લીધો.રામવૃક્ષે પહેલાં અનેક સીરિયલના પ્રોડક્શનમાં આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું અને ત્યારબાદ એપિસોડ ડાયરેક્ટર, યૂનિટ ડાયરેક્ટરનું કામ કર્યું, ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને નથી જોયું. રામવૃક્ષ કહે છે કે, બાલિકા વધુમાં યૂનિટ ડાયરેક્ટર તરીકે કામ કર્યું, ત્યાર બાદ ઈસ પ્યાર કો ક્યા નામ દું, કુછ તો લોગ કહેંગે, હમાર સૌતન હમાર સહેલી, ઝટપટ ચટપટ, સલામ જિંદગી, હમારી દેવરાની, થોડી ખુશી થોડા ગમ, પૂરબ પશ્ચિમ, જૂનિયર જી જેવી સીરિયલમાં પણ તેમને કામ કરવાની તક મળી.

રામવૃક્ષે કહ્યું કે, મુંબઈમાં તેનું પોતાનું મકાન છે, પરંતુ બે વર્ષ પહેલાં બીમારીને કારણે તેમનો પરિવાર ઘરે આવી ગયો હતો. લોકડાઉન લાગ્યા બાદ તે મુંબઈ પરત ન ફરી શક્યા. કામ બંધ થયું તો આર્થિક સંકટ ઉભું થયું. પ્રોડ્યૂસર સાથે વાત કરી તો તેમણે કહ્યું કે, પ્રોજેક્ટ પર એક દોઢ વર્ષ બાદ જ કામ શરૂ થઈ શકશે. બાદમાં તેમણે પિતાનો જ કારો બાર અપનાવવાનો નિર્ણય કર્યો અને આઝમગઢ શહેરના હરબંશપુરમાં ડીએમ આવાસની નજીક રસ્તા પર શાકભાજી વેચવા લાગ્યા. તેનાથી પરિવારનું ભરણપોષણ સરળતાથી થઈ જાય છે. બાળપણમાં પણ તે પોતાના પિતાની સાથે શાકભાજીના કારોબારમાં મદદ કરતા હતા, માટે આ કામ તેમને સારું લાગ્યું અને આ કામથી તેઓ સંતુષ્ટ છે.