IPL : આજે બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ

0
32

મુંબઇ
તા : 22
આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જેવી શરૂઆત જોઈતી હતી એવી મળી ચૂકી છે. વિરાટ કોહલીની આગેવાનીમાં ટીમ પોતાના શરૂઆતના ત્રણેય મુકાબલામાં જીત હાંસલ કરીને વિજયરથ પર સવાર છે. આજે તેનો મુકાબલો રાજસ્થાન રોયલ્સ સામે થવાનો છે. જો કે રોયલ્સને જેવી શરૂઆત જોઈતી હતી તેવી મળી નથી. ટીમને પ્રારંભના ત્રણ મુકાબલામાંથી માત્ર એકમાં જ જીત મળી છે તેથી આજે જ્યારે બન્ને ટીમો ટકરાશે ત્યારે બેંગ્લોરની કોશિશ ફરીથી ટોપ પર પહોંચવા પર હશે તો રાજસ્થાન રોયલ્સનો પ્રયત્ન ટેબલમાં આગેકૂચ કરવા પર રહેશે.

રાજસ્થાન રોયલ્સની સૌથી મોટી નબળાઈ ટૂર્નામેન્ટમાં ખેલાડીઓનું એકજૂથ થઈને પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહેવાનું છે. સંજુ સેમસને પંજાબ કિંગ્સ વિરુદ્ધ પહેલાં મેચમાં શાનદાર સદીની ટીમને જીતની નજીક પહોંચાડી દીધી હતી પરંતુ જીત અપાવવામાં નિષ્ફળ રહ્યો હતો. દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ સાઉથ આફ્રિકાના ડેવિડ વોર્નર અને ક્રિસ મોરિસની મદદથી ટીમ જીત મેળવવામાં સફળ રહી હતી.

સુપરકિંગ્સ વિરુદ્ધ ઓપનર જોસ બટલર ખતરનાક દેખાઈ રહ્યો હતો પરંતુ તેને અન્ય બેટસમેનોનો સાથ મળ્યો નહોતો. રોયલ્સે જો જીત મેળવવી છે તો ટીમે એક થઈને પ્રદર્શન કરવું પડશે. બેંગ્લોર માટે અનુભવી ડિવિલિયર્સ અને મેક્સવેલે શાનદાર પ્રદર્શન કર્યું છે. આ બન્ને મીડલ ઓર્ડરમાં સતત રન બનાવી રહ્યા છે. વિરાટે અમુક મેચમાં સારી શરૂઆત આપી છે પરંતુ મોટી ઈનિંગ રમવામાં તે નિષ્ફળ નિવડ્યો છે. આ સાથે જ ઓપનર દેવદત્ત પડ્ડીકલ પણ અત્યાર સુધી પ્રભાવિત પ્રદર્શન કરી શક્યો નથી.