શ્રીલંકા સામે પ્રથમ ટેસ્ટમાં બાંગ્લાદેશના બે વિકેટે 378 રન

0
16

કેન્ડી
તા : 22
શ્રીલંકામાં કેન્ડી ખાતે પેલેકલ સ્ટેડિયમમાં પ્રથમ ટેસ્ટના બીજા દિવસે લંચ સુધીમાં બાંગ્લાદેશે આક્રમણ અને સાવધાનીના મિશ્રણ સમી રમત દાખવતા બે વિકેટે 378 રન કર્યા હતા. નજમલ હુસૈન શન્ટોના અણનમ 155 રન બાંગ્લાદેશની બેટિંગની મુખ્ય હાઇલાઇટ હતી. જ્યારે તમિમ ઇકબાલ સદી ચૂકી જતાં 90 રને આઉટ થયો હતો. તેના પછી મોમિન ઉલ હક્કે 246 બોલમાં 9 ચોગ્ગાની મદદથી અણનમ 107 રન કર્યા હતા.

આ વર્ષે વિન્ડીઝ સામે નબળો દેખાવ કરનારા નજમલ હુસૈનની આકરી ટીકા થઈ હતી. તેણે ઇકબાલ સાથે બીજી વિકેટની 144 રનની ભાગીદારી નોંધાવી હતી. તેના પછી તેણે કેપ્ટન સાથે ત્રીજી વિકેટની અણનમ 226 રનની ભાગીદારી નોંધાવી છે. નજમલ હુસૈને 360 બોલમાં 16 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 155 રન કર્યા હતા. જ્યારે ઇકબાલે 101 બોલમાં 15 ચોગ્ગાની મદદથી 90 રન કર્યા હતા.

પહેલા બે સેશન કરતાં અંતિમ સેશનમાં શ્રીલંકાનું બોલિંગ આક્રમણ ચુસ્ત રહેતા બાંગ્લાદેશનો સ્કોરિંગ રેટ ધીમો પડયો હતો. ઇકબાલ 90 રને આઉટ થયો તે તેની ટેસ્ટ કારકિર્દીમાં બીજી વખત આ સ્કોર પર આઉટ થયો હતો. આમ તેની કારકિર્દીની દસમી સદીની રાહ હજી વધુ લાંબી બની છે. નજમલને 28 રનના સ્કોર પર વિકેટકીપર ડિકવેલાએ જીવતદાન આપ્યું હતું. શ્રીલંકાને આ જીવતદાને ભારે પડી ગયું હતું.