BCCIએ વિન્ડિઝ ક્રિકેટ બોર્ડને આપેલા દાનનો દુરૂપયોગ કર્યો હતો

0
49

લંડન
તા : 21
ભારતીય ક્રિકેટ બોર્ડે વિન્ડિઝના ક્રિકેટ બોર્ડને આપેલાં પાંચ લાખ ડોલરના દાનનો દુરુપયોગ કર્યો હતો, તેવો આક્ષેપ વિન્ડિઝના જ ભૂતપૂર્વ ફાસ્ટ બોલર માઈકલ હોલ્ડિંગે કર્યો છે. હોલ્ડિંગે જણાવ્યું હતુ કે, વર્ષ ૨૦૧૩-૧૪માં ભારતીય ક્રિકેટ બોર્ડે અમારા ક્રિકેટ બોર્ડને પાંચ લાખ ડોલરનું ડોનેશન આપ્યું હતુ, જે ભૂતપૂર્વ ખેલાડીઓને માટે હતું, છતાં તેમાંથી એક પણ પૈસો કોઈ ખેલાડીને મળ્યો જ નથી.

કોવિડ-૧૯ની મહામારીને કારણે કોમેન્ટેટર તરીકે નિવૃત્તિ લઈ લેનારા હોલ્ડિંગે જણાવ્યું કે, હું પણ ભૂતપૂર્વ ખેલાડી છું પણ મારે કશું જોઈતું નથી. જોકે હું એવા ઘણા બધા ભૂતપૂર્વ ખેલાડીઓને જાણું છું કે, તેઓને આ અંગે કશી જ ખબર નથી. જો વિન્ડિઝના બોર્ડે આવું કંઈક કર્યું હોત તો તેઓએ ભારે ઉહાપોહ મચાવ્યો હતો.

૬૬ વર્ષના હોલ્ડિંગે ઊમેર્યું કે, આ પાંચ લાખ ડોલર ક્યાં ગયા તે હું તમને જણાવીશ. તેમણે જણાવ્યું કે, બોર્ડના નાણાંકીય પત્રકો જોતા મારો ગુસ્સો વધવા માંડયો હતો. મને એક જ સવાલ થાય છે કે, શા માટે આ પત્રકોને જાહેર કરવામાં ન આવ્યા. તેઓએ જુદા-જુદા કારણો આપીને આ પત્રકોને જાહેર થવા ન દીધા.