ભારત બાયોટેકે નક્કી કરી કોરોના વેક્સીનની કિંમત

0
13

નવી દિલ્હી
તા : 25
દેશમાં કોરોના વાયરસના રોજના રેકોર્ડતોર્ડ કેસ આવી રહ્યા છે. આ તમામની વચ્ચે ભારત બાયોટેકે COVAXIN ડોઝની કિંમતની જાહેરાત કરી છે. કંપનીએ કહ્યું કે રાજ્ય સરકાર માટે પ્રતિ ડોઝ 600 રુપિયા અને ખાનગી હોસ્પિટલો માટે 1,200 રૂપિયા પ્રતિ ડોઝ આપવામાં આવશે. ભારત બાયોટેકે કહ્યું કેંદ્ર સરકારના નિર્દેશ અનુસાર અમે COVAXIN ડોઝની કિંમત નક્કી કરી છે.

ઉલ્લેખનીય છે કે આ પહેલા સીરમ ઈન્સ્ટિટ્યૂટે વેક્સિન કોવિશીલ્ડના ભાવ નક્કી કર્યા હતા. કોવિશીલ્ડ અને કોવૈક્સીનની તુલના કરીએ તો ભારત બાયોટેકની વેક્સિન મોંઘી છે. ખાનગી હોસ્પિટલો માટે કોવિશીલ્ડની કિંમત 600 રૂપિયા અને રાજ્યો માટે 400 રૂપિયા છે. જ્યારે કોવૈક્સીન ખાનગી હોસ્પિટલોને 1200 અને રાજ્ય સરકારોને 600 રૂપિયા પ્રતિ ડોઝ મળશે.

ભારત બાયોટેકનું કહેવું છે કે સરકારના નિર્દેશો અનુસાર અમે Covaxin ડોઝની કિંમતોની જાહેરાત કરી છે. રાજ્ય સરકાર માટે પ્રતિ ડોઝ 600 અને ખાનગી હોસ્પિટલ માટે 1200 રૂપિયા પ્રતિ ડોઝ નક્કી કરવામાં આવ્યા છે.