બંગાળ : ભાજપ-TMC કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ, 14ના મોત

0
34

કોલકાતા
તા : 05
પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા તે બાદ રાજ્યમાં હિંસાની ઘટનાઓ સામે આવી હતી, જેમાં અત્યાર સુધીમાં ૧૪ જેટલા લોકો માર્યા ગયા છે. જેને પગલે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી હતી. જ્યારે ભાજપ અને ટીએમસી બન્નેએ હિંસા બદલ એકબીજા પર આરોપો લગાવ્યા હતા.

હિંસાની ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેંદ્રીય ગૃહ મંત્રાલયે બંગાળ સરકાર પાસેથી રિપોર્ટ માગી છે. જ્યારે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પશ્ચિમ બંગાળની મુલાકાતે આવ્યા હતા. રવિવારે સાંજથી સોમવાર રાત સુધી રાજ્યમાં હિંસાની અનેક ઘટનાઓ સામે આવી હતી.

ભાજપનો આરોપ છે કે જે લોકો પણ માર્યા ગયા તેમાં નવ ભાજપના કાર્યકર્તાઓ છે. જ્યારે ટીએમસીએ પણ આ જ પ્રકારનો દાવો કરી હિંસા માટે ભાજપ પર આરોપો લગાવ્યા છે. બર્ધમાનમાં ટીએમસીના એક અને ૨૪ પરગનામાં આઇએસએફના એક કાર્યકર્તાની હત્યા કરવામાં આવી હતી.