ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાંથી જીતુ વાઘાણી બાકાત

0
43

ગાંધીનગર
તા : 17
ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણીને (Gujarat Bypoll) લઈને કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીઓ (Gujarat Politics) બેઠકો જીતવા માટે એડિચોટીનું જોર લગાવી રહી છે. ભાજપે તમામ બેઠકો માટે ચૂંટણી પ્રચાર માટે તડામાર તૈયારીઓ કરી દીધી છે. આ માટે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી દીધી છે. જો કે તેમાં પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું (Jitu Vaghani) નામ ના હોવાથી ભારે કુતુહલ સર્જાયું છે.

ભાજપે ગઈકાલે જ પેટાચૂંટણી માટે પોતાના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી દીધી છે. જેમાં આ વખતે કેન્દ્ર તરફથી કોઈ મોટા નેતા ચૂંટણી પ્રચાર માટે આવી નથી રહ્યાં. જે નેતાઓ દિલ્હીથી આવી રહ્યાં છે, તે પણ ગુજરાતના જ છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા અને તાજેતરમાં જ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે નિમણૂંક પામેલ ભારતીબેન શિયાળનો સમાવેશ થાય છે. આ તમામ નેતાઓ મૂળ તો ગુજરાતના છે. આ સિવાય સ્ટાર પ્રચારકોમાં (BJP Star Campaigners) વડાપ્રધાન મોદી કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું નામ નથી. જો કે સ્ટાર પ્રચારકોમાં ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનું (Jitu Vaghani) નામ ના હોવાથી પાર્ટીમાં તેમનું કદ વેતરાયું હોવાની અટકળો થઈ રહી છે.