બોલિવુડ અભિનેતા વિક્કી કૌશલ કોરોના પોઝિટીવ

0
103

મુંબઇ
તા : 05
દેશમાં જીવલેણ કોરોના વાયરસનો કહેર વધ્યો છે. આ વચ્ચે બોલિવુડના ઘણા મોટા અભિનેતા અને અભિનેત્રીઓ પણ આ વાયરસની ઝપેટમાં આવ્યા છે. ગત રોજ અક્ષય કુમાર, ગોવિંદા કોરોના વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારે આજે અભિનેત્રી ભૂમિ પેડણેકરનો રિપોર્ટ પોઝિટીવ આવ્યા પછી, હવે ઉરી ધ સર્જીકલ સ્ટ્રાઈકના મુખ્ય અભિનેતા વિક્કી કૌશલનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. તેમણે ઈન્સ્ટાગ્રામ પર જાણકારી આપી છે. બોલિવુડ પર ઘાતક વાયરસનો કહેર વધ્યો છે.

બીજી તરફ વિક્કી કૌશલે પણ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે સાવધાની રાખ્યા બાદ પણ તેઓ કોરોના પોઝિટીવ થઈ ગયા છે. અભિનેતાએ વધુમાં જણાવ્યું કે મારા સંપર્કમાં આવેલા તમામ લોકો પોતાની તપાસ કરાવીલે અને સુરક્ષિત રહે. ઉલ્લેખનીય છે કે આમિરખાન, પરેશરાવલ, અક્ષયકુમાર, ભૂમિ પેડણેકર, આલિયા ભટ્ટ, બપ્પી લહેરી, રણબીરકપૂર, મનોજબાજપાઈ સહિતના કલાકારો મહામારીથી સંક્રમિત થયા છે.

આ પહેલા અક્ષય કુમારે પોતાના ફેન્સની સાથે કોવિડ-19થી સંક્રમિત થવાના સમાચાર શેર કર્યા હતા, તેમણે સોશિયલ મીડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ હોમ ક્વોરન્ટાઈન છે, ફેન્સને અક્ષયે આશ્વાત કર્યું હતું કે તેઓ જલ્દી પરત ફરશે. આ સાથે તેઓ એ પણ તેમને આગ્રહ કર્યું હતું કે છેલ્લા ઘણા દિવસોમાં તેમના સંપર્કમાં જે પણ લોકો આવેલા હોય તેઓ પોતાનો કોરોનાવાયરસનો ટેસ્ટ કરાવે.