IPL પર કોરોનાનો કહેર- KKR અને RCB વચ્ચેની મેચ રદ્દ

0
24

અમદાવાદ
તા : 03
કોરોનાના કહેર હવે આઈપીએલ પર જોવા મળી રહ્યો છે. આજે સોમવારે અમદાવાદમાં આયોજીત કોલકાતા નાઈટ રાઇડર્સ અને બેંગ્લોર વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. મીડિયાને મળતી માહિતી મુજબ કોલકાતાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોલકાતાના બે ખેલાડીઓ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે અને ત્યારપછી આ નિર્ણય લેવામાં આવ્યો છે. બીસીસીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે કોલકાતાના વરૂણ અને સંદીપ વોરિયરને સંક્રમણ લાગ્યું છે.

આઈપીએલની 14 મી સીઝનની 30 મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર નો સોમવારે અમદાવાદમાં કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ થવાની હતી. આ મેચ સાંજે 7.30 વાગ્યે શરૂ થવાની હતી. કોરોના સંક્રમણને ટાળવા BCCIએ મજબૂત બાયોબબલનુ આયોજન કર્યુ હતુ ત્યારબાદ અત્યાર સુધીમાં 29 મેચને સફળતાપૂર્વક આયોજીત કરવામાં આવ્યા છે. ચેન્નઇ અને મુંબઇના તમામ મેચ પૂર્ણ થઇ ગયા છે. અમદાવાદમાં આજે નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જે મેચ યોજાવાના હતા તે રદ્દ થયા છે.