ચીન નેપાળની જમીન કરી રહ્યુ છે હડપ- બાંધી 8 નવી બિલ્ડીંગ

0
57

કાઠમાંડુ,તા:20

નેપાળના વડાપ્રધાન કે પી ઓલી એક તરફ ચીન સાથેની દોસ્તી મજબૂત કરવામાં વ્યસ્ત છે ત્યારે બીજી તરફ ચીન નેપાળની જમીન ઝડપથી હડપ કરી રહ્યુ છે.ચીને નેપાળના હુમલા વિસ્તારમાં પોતાની 9 ઈમારતો પણ બાધી દીધી છે.નેપાળમાં આ ઘૂસણખોરીની તસવીરો વાયરલ થયા બાદ ઓલી સરકાર દબાવમાં આવી ચુકી છે.જેની જાણકારી વિદેશ મંત્રાલયને પણ આપવામાં આવી છે.

હુમલા જિલ્લાના મુખ્ય વહિવટી અધિકારીએ જે વિસ્તારમાં આ ઈમારતો બંધાઈ છે તેનુ નિરિક્ષણ પણ કર્યુ છે.આ દરમિયાન 9 ઈમારતો જોવામાં આવી છે.આ પહેલા નેપાળીએ એક જ બિલ્ડિંગ બાંધવામાં આવ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો હતો.જોકે બીજી આવી 8 બિલ્ડિંગ ત્યાં જોવા મળી રહી છે.

હમાલ જિલ્લો હંમેશા ઉપેક્ષીત રહ્યો છે.અહીંયા નેપાળે કોઈ માળખાકીય સુવિધાઓ પણ વિકસાવી નથી.નેપાળના અધિકારીઓ ભાગ્યે જ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે.ચીને આ વાતનો ફાયદો ઉઠાવીને આ જગ્યા પર પોતાની ઈમારતોનુ નિર્માણ કરી દીધુ છે.હમાલ જિલ્લાના વહિવટીતંત્ર દ્વારા પોતાનો રિપોર્ટ સરકારને મોકલી આપ્યો છે.જેમાં ચીનની ઘૂસણખોરી અંગે જાણકારી આપવામાં આવી છે.એવુ મનાય છે કે બહુ જલદી નેપાળ સરકાર આ મુદ્દો ચીની વિદેશ મંત્રાલય સમક્ષ ઉઠાવશે.