ચીને નિયમોમાં રહીને કામ કરવુ પડશે : જો બાઈડન

0
19

વૉશિંગ્ટન
તા : 21
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઈડેને ચીન સામે કેવુ વલણ અપનાવશે તે વાતની થઈ રહેલી ચર્ચા વચ્ચે બાઈડેને ચીન સામે આક્રમક તેવર અપનાવવાના સંકેત આપ્યા છે. પોતાના નિવાસસ્થાને વિવિધ રાજ્યોના ગર્વનરો સાથે બાઈડેને એક બેઠક યોજી હતી.એ દરમિયાન તેમને પૂછવામાં આવ્યુ હતુ કે, શું ચીન પર આર્થિક પ્રતિબંધ લગાવવામાં આવશે કે પછી ત્યાંથી આયાત થતી અને નિકાસ થતી પ્રોડક્ટસ પર ટેક્સ વધારવામાં આવશે.. ત્યારે બાઈડેને કહ્યુ હતુ કે, વાત ચીનને સજા આપવાની નથી પણ એ નિશ્ચિત કરવાની છે કે ચીન નિયમ અને્ કાયદામાં રહીને કામ કરે અને આ એક બહુ સામાન્ય વાત છે.જે ચીને સમજવી પડશે.

બાઈડેને અગાઉના ટ્રમ્પ પ્રશાસનના વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાંથી નિકળી જવાના નિર્ણયને પણ પલટવાની જાહેરાત કરી છે.તેમણે જાહેર કર્યુ છે કે, અમેરિકા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનમાં ફરી સામેલ થવા જઈ રહ્યુ છે.જોકે તેમાં સુધારા વધારા કરવાની જરુર છે. તેમણે પેરિસ ક્લાઈમેટ એગ્રિમેન્ટમાં પણ જોડાવા માટેના સંકેત આપતા કહ્યુ હતુ કે, આપણે નિશ્ચિત કરવુ પડશે કે, અમેરિકા વિશ્વના બીજા દેશો સાથે એક મંચ પર આવે. ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પ દ્વારા પેરિસ ક્લાઈમેટ ચેન્જ એગ્રિમેન્ટમાં અમેરિકા સામેલ નહીં થાય તેવી જાહેરાત કરી હતી.