ચીને નેઝલ સ્પ્રે વેક્સીનના પરીક્ષણને આપી મંજૂરી

0
24

બીજિંગ
તા : 11
ચીને નોવેલ કોરોના વાયરસથી લડવા માટે પોતાની પહેલી નેઝલ સ્પ્રે વેક્સીનના પરીક્ષણને મંજૂરી આપી દીધી છે. કોરોના વાયરસની વિરુદ્ધ ચીનની એકમાત્ર નેઝલ સ્પ્રે વેક્સીનના પહેલા ચરણનું પરીક્ષણ નવેમ્બરમાં શરૂ થઈ શકે છે અને તેમાં 100 સ્વયંસેવકને સામેલ કરવામાં આવી શકે છે. એક મીડિયાના અહેવાલ મુજબ આ આવા પ્રકારની એકમાત્ર વેક્સીન છે જેને ચીનના નેશનલ મેડિકલ પ્રોડક્ટસ એસોસિએશને સ્વીકૃતિ આપી છે.

આ વેક્સીન હોંગકોંગ અને મુખ્ય ચીનની વચ્ચે એક સામૂહિક મિશન હેઠળ વિકસિત કરવામાં આવી રહી છે જેમાં યુનિવર્સિટી ઓફ હોંગકોંગ, શિયામેન યુનિવર્સિટી અને બીજિંગ વંતાઈ બાયલોજિકલ ફાર્મસીના રિસચર્સ સામેલ છે. યુનિવર્સિટી ઓફ હોંગકોંગના સૂક્ષ્મ જીવવિજ્ઞાની યૂએન ક્વોક-યુંગે જણાવ્યું કે આ વેક્સીન શ્વસન પ્રણાલીમાં આવનારા વાયરસોના પ્રાકૃતિક સંક્રમણ માર્ગને પ્રતિરક્ષા પ્રણાલી વિકસિત કરવા માટે ઉત્પ્રેરિત કરે છે. તેઓએ કહ્યું કે, નેઝલ સ્પ્રેના માધ્યમથી વેક્સીન આપવાથી ઇન્ફ્લુએન્જા અને નોવેલ કોરોના વાયરસ બંનેથી સુરક્ષા મળી શકે છે. યૂએન ક્વોક-યુંગે જણાવ્યું કે વેક્સીનનું ત્રીજું ક્લીનિકલ પરીક્ષણ સંપૂર્ણપણે સમાપ્ત થવામાં હજુ ઓછામાં ઓછું એક વર્ષ વધુ લાગી શકે છે.

ચીનની Sinovacની વેક્સીન CoronaVac, Sinopharmની વેક્સીન અને CanSino Biologicsની વેક્સીન Ad5-nCoV આ ઘાતક વાયરસની સારવાર માટે રેસમાં આગળ ચાલી રહી છે. Sinovac અને Sinopharmની વેક્સીન જ્યાં ઇનેક્ટિવેટેડ વાયરસ પર કામ કરી રહી છે, બીજી તરફ CanSino વાયરસ વેક્ટર પર. ત્રણેય ટ્રાયલ ત્રીજા ચરણમાં પહોંચી ચૂક્યા છે.