રાજ્યમાં આવતીકાલથી ધો 6થી 8ના વર્ગો થશે શરૂ

0
42

ગાંધીનગર
તા : 17
ગુજરાત રાજ્યમાં આવતીકાલથી ધોરણ 6થી 8ની શાળા શરૂ થવા જઈ રહી છે. ત્યારે અમદાવાદમાં કોર્પોરેશન દ્વારા સંચાલિક શાળઆમાં શિક્ષકો વિદ્યાર્થીઓને આવકારવા માટે આતુર બન્યા છે. હાસોલ પ્રાથમિક શાળા નંબર એકમાં શિક્ષકો દ્વારા જાતે શાળામાં સાફ-સફાઈ કરવામાં આવી. શાળામાં વિદ્યાર્થીઓને કોરોનાની ગાઈડલાઈન પ્રમાણે માસ્ક અને સેનેટાઈઝર સાથે પ્રવેશ આપવમાં આવશે.

ગુજરાત સરકારે ધોરણ 10,11,12 ના વર્ગો શરૂ કર્યા છે. બીજી તરફ સરકાર તબક્કા વાર સ્કૂલો શરૂ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે શાળા પણ તમામ પ્રકારની ગાઈડલાઈન અને નિયમનો પાલન કરીને વર્ગો શરૂ કરી રહી છે. સોશીયલ ડિસ્ટનસ સાથે બાળકો ને ક્લાસમાં બેસાડવામાં આવશે, સ્કુલ એ આવતા બાળકોને સેનેટાઇઝ કરી માસ્ક આપવામાં આવશે.

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12 અને પોર્સ્ટ ગ્રેજ્યુએટ,અન્ડર ગ્રેજ્યુએટ છેલ્લા વર્ષ શિક્ષણ શરૂ થયા છે, ગુજરાત રાજ્યની તમામ બોર્ડ CBSC બોર્ડ સહિત તમામ બોર્ડ ને લાગુ પડશે નિર્ણય,: કેન્દ્ર સરકાર ની SOP હેઠળ અમલ થશે. તમામ શાળાએ કોરોના ગાઈડ લાઈનનું ચુસ્તપણે પાલન કરવું પડશે.