ગાંધીનગર
તા 23
કોરોનાની જંગ જીત્યા બાદ CM વિજય રૂપાણી હવે ચૂંટણી પ્રચારમાં ઉતરશે. CM રૂપાણી હવે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરશે. તેઓ 24 ફેબ્રુઆરીએ ભેંસાણમાં જાહેર સભાને સંબોધશે. કોરોનાગ્રસ્ત હોવાને કારણે મુખ્યમંત્રી અમદાવાદની યુએન હોસ્પિટલમાં એડમિટ હતા. ત્યારે કોરોનામુક્ત થયા બાદ હવે તેઓ પૂરજોશમાં પ્રચાર કરશે.
CM રૂપાણીએ મહાનગરપાલિકાની ચૂંટણી સંદર્ભમાં રાજકોટ ખાતે મત આપ્યો હતો. CM કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ હતા. જ્યાં મતદાનના દિવસે તેમનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતા તેઓ બપોર બાદ રાજકોટ પહોંચ્યા હતા. તેમણે રાજ્ય ચૂંટણી આયોગની ગાઈડલાઈન અને માર્ગદર્શિકાના પાલન સાથે છેલ્લી ઘડીઓમાં મતદાન કર્યું હતું.