CM રૂપાણીએ આજે ફરી બોલાવી કેબિનેટ બેઠક

0
46

ગાંધીનગર
તા : 05
ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસના સંકટની વચ્ચે આજે રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળશે. ગઇકાલે જ કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં વધુ કેટલાક શહેરોમાં નાઈટ કર્ફ્યૂ સહિતના નિર્ણય સીએમ રૂપાણી દ્વારા લેવામાં આવ્યા છે ત્યારે આજે ફરીથી રાજ્યની સરકારની કેબિનેટ બેઠક બોલાવવામાં આવી છે જેમાં કોરોના વાયરસ સામે લડવાની રણનીતિ મુદ્દે ચર્ચા બાદ કેટલાક નિર્ણયો લેવાઈ શકે છે.

CM રૂપાણીની અધ્યક્ષતામાં આ બેઠક બોલાવવામાં આવી છે જેમાં રાજ્ય સરકાર તથા આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ સામેલ થશે. બેઠકમાં કોરોના વાયરસ મુદ્દે ચર્ચા કરવામાં આવશે અને પ્રભારી મંત્રીઓને આપવામાં આવેલી જવાબદારી મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. પ્રભારી મંત્રીઑ દ્વારા જે તે વિસ્તારમાં કરવામાં આવેલ કામગીરી મુદ્દે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે.

રાજ્યના દર્દીઓને અત્યારે સૌથી વધારે જરૂરી ઑક્સીજન છે ત્યારે ઓક્સિજન પ્લાન્ટ નિર્માણની કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવશે તથા વેક્સિનેશન કામગીરી અને સપ્લાય મુદ્દે પણ સમીક્ષા કરાશે. આ સાથે જ વેક્સિનના વધુ ઓર્ડર મુદ્દે કોઈ નિર્ણય આવે તેવી શક્યતા છે અને 36 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ અને નિયંત્રણોની અમલવારી મુદ્દે પણ મંત્રીઑ સાથે મુખ્યમંત્રી મીટિંગ કરશે.