કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલ કોરોના પોઝિટિવ

0
46

ગાંધીનગર
તા 7
કોરોનાનો કહેર યથાવત્ છે. ત્યારે રાજ્યની જનતા સાથે નેતાઓ પણ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલને કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને પોતે કોરોના સંક્રમિત થયાની માહિતી આપી હતી. શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, મે કોરોના RT PCR ટેસ્ટ કરાવ્યો હતો. મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમણે ટ્વીટમાં જણાવ્યું કે, આપ સૌની શુભકામનાઓ મારી સાથે છે, જેથી હવે કોરોના સાથે પણ લડી લઈશ. ચિંતાનું કોઈ કારણ નથી. આ ઉપરાંત બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

બારડોલીના ભાજપના સાંસદ પ્રભુ વસાવાનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેઓ હોમ ક્વોરન્ટીન થયા છે. તેમની સારવાર ચાલી રહી છે. તેમણે અપીલ કરી છે કે, તેમના સંપર્કમાં આવેલા લોકો પણ કોરોના ટેસ્ટ કરાવે તે જરૂરી છે.