Corona ને લઇને મજાક ઉડાવતા પ્રિન્સ વિલિયમનો Video વાયરલ

0
83

નવી દિલ્હી,તા:26 ચીનના વુહાનથી શરૂ થઇને દુનિયાભરમાં કોહરામ મચાવનાર Corona વાયરસે કોઇને નથી છોડ્યા. કોઇ સામાન્ય વ્યક્તિ હોય કે પછી કોઅ ખાસ, સૌકોઇને આ જીવલેણ વાયરસનો ખતરો છે. બ્રિટનના શાહી પરિવારના ઉત્તરાધિકારી પ્રિન્સ ચાર્લ્સ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ગયાં છે અને તેમનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. આ વચ્ચે તેમના દિકરા પ્રિન્સ વિલિયમનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે કોરોના વાયરસની મજાક ઉડાવી રહ્યાં છે.

પ્રિન્સ ચાર્લ્સના કોરોના પોઝીટીવ આવ્યા બાદ સોશિયલ મીડિયા પર આ વીડિયોની ચર્ચા થઇ રહી છે. વીડિયોમાં પ્રિન્સ વિલિયમ કેટલાંક લોકો સાથે કોરોના અંગે વાતચીત કરી રહ્યાં છે અને મજાક ઉડાવી રહ્યા છે. વીડિયોમાં પ્રિન્સ વિલિયમ કહી રહ્યા છે, હુ જાણુ છુ સૌકોઇ કહી રહ્યાં છે…મને કોરોના વાયરસ છે…હું મરી રહ્યો છે..પરંતુ હકીકતમાં તમને બસ ખાંસી જ છે.

વીડિયોમાં આગળ તેઓ કહી રહ્યાં છે કે, કોરોના વાયરસને લઇને આ બધો ડ્રામા જેવુ લાગે છે, શું તમને નથી લાગતું કે આ મીડિયા દ્વારા વધુ ઉછાળવામાં આવી રહ્યું છે. તે બાદ મજાકમાં પ્રિન્સ વિલિયમ કહે છે કે ડ્યૂક અને ડચેસ કોરોના વાયરસને વધારી રહ્યાં છે. સૉસી એટલે કે આપણે તેના પર નજર રાખી રહ્યા છીએ. પ્રિન્સ વિલિયમનો આ વીડિયો 3 માર્ચ 2020 ડબલિનનો છે.

જણાવી દઇએ કે કોરોના વાયરસે બ્રિટનના શાહી પરિવારમાં વિધિવત એન્ટ્રી મારતા પ્રિન્સ ચાર્લ્સનો ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. બ્રિટનના શાહી સુત્રો દ્રારા સત્તાવાર નિવેદન આપી જાણ કરવામાં આવી હતી કે, બ્રિટનના પ્રિન્સ ઓફ વેલ્સનો કોરોના પોઝીટીવ આવ્યો છે. છેલ્લા કેટલાય સમયથી તેઓ ઘરમાં છે અને ત્યાંથી જ પોતાનું કામ કરી રહ્યાં છે. જો કે તેમની 72 વર્ષીય પત્ની કેમેલિઆનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. આ બંન્ને શાહી દંપતિને સેલ્ફ આઈસોલેટિંગ માટે સ્કોટલેન્ડ ખાતે ખસેડવામાં આવ્યા છે. જો પ્રિન્સ ચાર્લ્સની મુલાકાતની વાત કરવામાં આવે તો આ મહિનામાં તેમણે માત્ર પ્રિન્સ આલબર્ટ મનેકો સાથે મીટીંગ કરી હતી. જેમનો બાદમાં કોરોના વાયરસ ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો.