ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 44,684 કેસ નોંધાયા

0
62

નવી દિલ્હી
તા : 14
ભારત દેશમાં કોરોના વાયરસના કેસમાં હાલમાં સ્થિતિ તાબે છે પરંતુ વિશ્વમાં ફરીથી કોરોના વાયરસ માથું ઉંચકી રહ્યો છે. સમગ્ર દેશમાં દિવાળીના તહેવારની વચ્ચે આજે 44,684 નવા કેસ નોંધાયા છે. સમગ્રમાં વિશ્વમાં 24 કલાકમાં 6.5 લાખ નવા કેસ નોંધાયા છે. ચિંતાની બાબત એ છે કે જે જે દેશોમાં કોરોના કાબૂમાં હતો ત્યાં ફરીથી કેસ આવી રહ્યા છે.

દેશમા અત્યારસુધીમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 87,73,479 થઈ ગઈ છે. જ્યારે વિશ્વમાં 24 કલાક દરમિયાન 6.56 લાખ નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દિલ્હીમાં કોવિડ -19 ના 7,802 નવા કેસ સાથે, રાષ્ટ્રીય રાજધાનીમાં શુક્રવારે રોગચાળાથી પીડિત લોકોની સંખ્યા 4.74લાખને વટાવી ગઈ છે. તે જ સમયે, વધુ 91 લોકોના મોત સાથે, કોરોના વાયરસના ચેપને કારણે મૃત્યુ પામનારા લોકોની સંખ્યા વધીને 7,423 થઈ ગઈ છે.