અમદાવાદની સાબરમતિ જેલમાં કોરોના વિસ્ફોટ

0
17

અમદાવાદ
તા : 20
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. જયારે અમદાવાદની સાબરમતિ જેલમાં કોરોના વિસ્ફોટ કેદીઓના કોર્ટ જાપ્તા બંધ કરી દેવાયા છે. એક જ દિવસમાં 29 કેદીને કોરોના થયો છે. અત્યારે હાલ કુલ 54 કેદી, 12 કર્મચારી સારવાર હેઠળ છે. સિવિલ હોસ્પિટલ જગ્યા ન હોવાથી કેદીઓને સમરસ હોસ્ટેલમાં સારવાર માટે ખસેડાયા છે. કેદીઓને જેલમાંથી બહાર કાઢવામાં આવતા હોવાથી કોરોના વકરતો હોવાના તથ્યો વચ્ચે ફરી વખત કોર્ટ કાર્રવાઈ માટે કેદીઓને બહાર કાઢવાનું બંધ કરવામાં આવ્યું છે.

આમ પણ સાબરમતિ જેલમાં આવતા કેદીને કોરોના ટેસ્ટિંગ દરમિયાન જ પ્રવેશ અપાય છે. આ પ્રવેશ દરમિયાન એક જ દિવસમાં બહારથી આવનારા 29 કેદીને કોરોના જણાયો છે. સાબરમતિ જેલ (Sabarmati Jail)માં સિનિયર જેલર પ્રજાપતિ સહિત કુલ 12 કર્મચારી કોરોના ગ્રસ્ત થયા છે. જેલ કર્મચારીઓને સારવાર આપવામાં આવી રહી છે. કોરોના શરૂ થયો ત્યારથી અત્યાર સુધીમાં સાબરમતિ જેલમાં 10 અધિકારી, 120 કર્મચારી, 135 પાકા કામના કેદી અને 160 કાચા કામના કેદી મળી કુલ 425 જેટલા કેદી, કર્મચારીઓ કોરોનાગ્રસ્ત થયા છે.