કોરોના વેક્સીન પર DCGI આજે કરી શકે છે મોટી જાહેરાત

0
83

નવી દિલ્હી
તા : 03
નવા વર્ષની શરૂઆત સાથે જ એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે દેશ ટૂંક સમયમાં જ કોરોના (Corona)થી મુક્તિ તરફ આગળ વધી શકે છે. 1 જાન્યુઆરીએ જ્યાં ભારતને પહેલી કોરોના વેક્સીન (Corona Vaccine) ‘કોવિશીલ્ડ’ ના સમાચાર મળ્યા હતા. તો બીજા જ દિવસે ભારત (India)માં બનેલી સ્વદેશી કોરોના વેક્સીન COVAXINની મંજૂરીના સમાચાર મળ્યા. હવે વર્ષના ત્રીજા દિવસે પણ કોરોના વેક્સીનને લઈ મોટી જાહેરાત થઈ શકે છે. કેન્દ્ર સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે કોરોના વેક્સીનને લઈ DCGI આજે એક મોટી જાહેરાત કરી શકે છે. DCGIએ તેના માટે સવારે 11 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ પણ બોલાવી છે.

નોંધનીય છે કે, DCGIની પ્રેસ કોન્ફરન્સ એવા સમયમાં થઈ રહી છે જ્યારે કેન્દ્રીય ઔષધિ પ્રાધિકરણની એક વિશેષજ્ઞ સમિતિ તરફથી શનિવારે જ ભારતમાં સ્વદેશી રીતે વિકસિત કોવિડ-19 વિરોધી વેક્સીન કોવેક્સીનને કેટલીક શરતોની સાથે ઇમજન્સી ઉપયોગ માટે મંજૂરી આપવાની ભલામણ કરી ચૂકી છે. આ પહેલા, CDSCOની કોવિડ-19 સંબંધિત એક વિષય વિશેષજ્ઞ સમિતિ (SIC)એ શુક્રવારે ઓક્સફર્ડની કોરોના વાયરસ વેક્સીનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપવાની ભલામણ કરી હતી. SICની ભલામણની સાથે જ ભારતમાં કોરોનાની પહેલા વેક્સીનનો રસ્તો સાફ થઈ ગયો હતો.