અમદાવાદની આ શૈક્ષણિક સંસ્થામાં કોરોના વિસ્ફોટ

0
17

અમદાવાદ
તા : 22
ગુજરાત રાજ્યમાં કોરોના વાયસના વેક્સીનેશનની વચ્ચે કોરોનાના કેસ બેકાબૂ બની રહ્યા છે. જ્યારે અમદાવાદ IIMમાં થયો કોરોના વિસ્ફોટ. બુધવારે IIMમાં 118 લોકોના ટેસ્ટ કરાયા છે. જે પૈકી 35 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા. જ્યારે એક સપ્તાહમાં જ 84 પોઝિટીવ કેસ નોંધાયા છે. આમ એપ્રિલ માસમાં જ IIMમાં 157 લોકો કોરોનાની ઝપેટમાં આવી ચુક્યા છે. IIM કેમ્પસમાં મ્યુનિસિપલ કોર્પોરેશને અલગ અલગ દિવસો દરમિયાન ટેસ્ટ કેમ્પ લગાવ્યા હતા.

જેમાં વિદ્યાર્થીઓ, પ્રોફેસરો, કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓ અને કોમ્યુનિટી મેમ્બરો જેઓને કોરોનાના લક્ષણો જણાય તેમના ટેસ્ટ કરવામાં આવતા. 1 સપ્ટેમ્બર 2020થી 21 એપ્રિલ 2021 સુધીમાં IIMAમાં કુલ 5 હજાર 442 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાં 383 જેટલા કોરોના પોઝિટિવ આવ્યા છે. જેમાં 160 વિદ્યાર્થીઓ, 9 પ્રોફેસર, 27 ઓન કેમ્પસ અને 62 ઓફ કેમ્પસ સ્ટાફ, 36 કોન્ટ્રાક્ટ સ્ટાફ અને 89 કોમ્પ્યુનીટી અને અન્ય સ્ટાફ કોરોના પોઝિટિવ થયો. નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં પ્રથમ વખત 12,553 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 125 લોકોનાં મૃત્યુ થયા છે તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 5740 પર પહોંચી ગયો છે.