ડે નાઇટ ટેસ્ટ : બેન સ્ટોક્સે કોરોના નિયમનું કર્યું ઉલ્લંઘન

0
18

અમદાવાદ
તા : 25
ભારત અને ઈંગ્લેન્ડ ચાલી રહેલી ત્રીજી ટેસ્ટના પહેલા દિવસે ભારતીય ટીમે મહેમાન ટીમ બેકફૂટ પર લાવી દીધી છે. ઇંગ્લેંડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ત્રીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમત દરમ્યાન બોલ પર લાળ લગાવતો નજરે ચઢ્યો હતો. અમદાવાદમાં રમાઇ રહેલી ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલી ડે નાઇટ ટેસ્ટ મેચ દરમ્યાન સ્ટોક્સે આ હરકત કરી હતી. તેની હરકતને લઇને બોલને સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. ભારતીય ટીમની બેટીંગ ઇનીંગની 12 મી ઓવરના અંતમાં આમ બન્યુ હતુ.

બેન સ્ટોક્સે બોલને ચમકાવવા માટે લાળનો ઉપયોગ કર્યો હતો. જેને લઇને અંપાયર નિતિન મેનને તેને ટોક્યો હતો અને વોર્નિંગ આપી હતી. અંપાયરે બાદમાં બોલને સેનેટાઇઝ કર્યો હતો. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદએ પાછળના વર્ષે જૂનમાં કોવિડ-19ને લઇને બોલને ચમકાવવાને માટે લાળનો ઉપયોગ કરવા માટે પ્રતિબંધ મુક્યો છે. આઇસીસીના કોવિડ-19 ની ગાઇડલાઇન્સ અંતર્ગત એખ ટીમને પ્રત્યેક ઇનીંગમાં માત્ર બે વાર જ ચેતવણી આપવામાં આવી શકે છે. પરંતુ બોલ પર વારંવાર લાળ લગાવવાને લઇને પાંચ રનની પેનલ્ટી લાગી શકે છે. જે બેટીંગ કરી રહેલી ટીમને મળશે. જ્યારે પણ બોલર બોલ પર લાળ લગાવે તો અંપાયર એ બોલને રમત શરુ કરતા પહેલા સાફ કરવો પડશે.

ડે નાઇટ ટેસ્ટનો પ્રથમ દિવસ ભારતના નામે રહ્યો હતો. અક્ષર પટેલ અને રવિચંદ્રન અશ્વિનની શાનદાર બોલીંગને લઇને ઇંગ્લીશ ટીમ માત્ર 112 રન બનાવીને જ પેવેલીયન પરત ફરી ગઇ હતી. અક્ષર એ 6 અને અશ્વિન એ 3 વિકેટ ઝડપી હતી. પ્રથમ દિવસની રમત પુરી તતા સુધીમાં ભારતે 3 વિકેટ ગુમાવીને 99 રન બનાવ્યા હતા. ભારત તરફ થી ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 57 રન સાથે અણનમ છે. જ્યારે વિરાટ કોહલી 27 રન બનાવીને જેક લીચના બોલ પર ક્લીન બોલ્ડ થયો હતો.