કોરોનાને રોકવા માટે લોકડાઉન એકમાત્ર ઉપાય: રાહુલ ગાંધી

0
21

નવી દિલ્હી
તા : 04
દેશમાં કોરોનાની બીજી લહેર દિવસેને દિવસે ખતરનાક બની રહી છે. જેમાં દરરોજ હજારો જિંદગી હોમાઇ રહી છએ. કોરોનાનો કાળ દિવસેને દિવસે વધી રહ્યો છે. જેની સામે આપણી સરકારી અને આરોગ્ય વ્યવસ્થા સતત વામણી પુરવાર થઇ રહી છે. કોરોના વાયરસના વધી રહેલા કહેરને જોતા દેશના અનેક રાજ્યો દ્વારા લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ફરી એક વખત કોંગ્રેસ નેતા રાહુલ ગાંધઈએ સરકાર પર પ્રહાર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના કારણે જે સ્થિતિ ઉભી થઇ છે, તે માટે રાહુલ ગાંધી છેલ્લા ઘણા સમયથી મોદી સરકાર પ્રહાર અને આક્ષેપો કરી રહ્યા છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશમાં સંપૂર્ણ લોકડાઉન લગાવવાની માંગ કરી છે. તેમણે આવી માંગ સાથે ટ્વિટ કર્યું છે. ટ્વિટમાં તેમણે કહ્યું છે કે કોરોના વાયરસના વધી રહેલા ફેલાવાને રોકવા માટે હવે એક જ રસ્તો બચ્યો છે, તે છે સંપૂર્ણ લોકડાઉન. રાહુલ ગાંધીનું આ ટ્વિટ એવા સમયે આવ્યું છએ, જ્યારે દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 2 કરોડને પાર પહોંચી છે.

રાહુલ ગાંધીએ કહ્યું છે કે સરકારે લોકડાઉન લગાવવાની દિશામાં ધ્યાન આપવું જોઇએ.સમાજના કેટલાક લોકોને ન્યાય યોજનાનો લાભ આપીને પૂર્ણ લોકડાઉન લગાવવું જોઇએ, જેથી સમય રહેતા લોકોના જાવ બચાવી શકાય. ઉલ્લેખનીય છે કે તેઓ સતત સરકારને કરોના અંગે પોતાના સૂચનો કરતા આવ્યા છે, જો કે તે અલગ વાત છે સરકારે ક્યારેય તે ગંભીરતાથી લીધા નથી.