ગુજરાતમાં કોરોનાનો નવો સ્ટ્રેઇન બાળકો માટે છે ઘાતક..!

0
129

નવી દિલ્હી
તા : 06
ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસની બીજી લહેરનું સંક્રમણ ભયાનક રીતે વધી રહ્યું છે. કોરોનાની પહેલી લહેરમાં તો મોટાભાગે મોટા લોકોમાં જ સંક્રમણ થતા હતા પરંતુ બીજી લહેર બાળકોને પણ છોડી નથી રહી. રાજ્યના અનેક વિસ્તારોમાંથી બાળકો અને નવજાતો સંક્રમિત થયા કેસો નોંધાઇ રહ્યાં છે. ત્યારે સુરતમાં તો 13 વર્ષના બાળકનો કોરોના સંક્રમણે ભોગ લીધો છે. સુરતના આ બાળકમાં કોરોનાના કોઈ લક્ષણો ન હતા. બાળકને સારવાર માટે દાખલ કર્યાના થોડા જ કલાકોમાં નિધન થયું હતું. આ પહેલા વડોદરામાં પણ નવજાત સંક્રમિત થયાના કેસો નોંધાયા હતા. હાલ અમદાવાદ સિવિલમાં પણ 8 જેટલા બાળકો કોરોના સામે જંગ લડી રહ્યાં છે. જેમાં બેથી ત્રણ બાળકો ગંભીર છે. જેના કારણે હાલ ગુજરાતીઓમાં એક મોટી ચિંતા વ્યાપી રહી છે કે, બાળકોને કોરોના સંક્રમણથી કઇ રીતે બચાવી શકાય. તેમનામાં કોરોનાના કેવા લક્ષણો દેખાય છે.

વડોદરાની એસ.એસ.જી હૉસ્પિટલનાં પીડિયાટ્રિક વિભાગનાં વડા ડૉ. શીલા ઐય્યરે આ અંગે જણાવ્યું હતું કે, બાળકોમાં કોરોના વાયરસના કેસોનું પ્રમાણ વધી રહ્યું છે અને છેલ્લા એક અઠવાડિયાથી દરરોજ 5થી 6 કેસ સામે આવી રહ્યાં છે, જેમાં બાળકોને કોરોનાનો ચેપ લાગ્યો હોય. હાલ પરિસ્થિતિને અત્યંત ગંભીર ગણી શકાય નહીં. પણ સાવચેતીની જરૂર છે. બાળકોના કેસ વધવા પાછળ જે કારણો છે તેમાં ઘરનાં સભ્યો સંક્રમિત થયા હોય અને બાળકો વધુ ઘરની બહાર જઈ રહ્યાં હોય એ બાબતો પણ સામેલ છે. આ અંગે અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પૂર્વ પ્રમુખ ડૉ. મોના દેસાઈના જણાવ્યા પ્રમાણે, ‘આપણે જોઈ રહ્યાં છે કે, નવજાત બાળકો પણ કોવિડ પોઝિટિવ આવી રહ્યાં છે.