સીરમને રાજ્યો તરફથી ૩૪ કરોડ વેક્સિનનો ઓર્ડર મળ્યો

0
29

નવી દિલ્હી
તા : 29
દેશમાં કોરોના વેક્સિનેશનના ત્રીજા તબક્કાનો પ્રારંભ 1 મેનાં રોજથી થઈ રહ્યો છે. આ તબક્કામાં 18 વર્ષથી વધુ વયના લોકોને વેક્સિનનો ડોઝ આપવામા આવશે. વેક્સિનેશનની આ તબક્કાની જવાબદારી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને આપી છે. ઘણા રાજ્યોએ પોતાના નાગરિકોને મફતમાં વેક્સિન આપવાની જાહેરાત કરવાની સાથે વેક્સિનનો ઓર્ડર પણ આપી દીધો છે.

સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાને અત્યારસુધીમાં રાજ્યો તરફથી 34 કરોડ અને ખાનગી હોસ્પિટલો તરફથી 2 કરોડ વેક્સિન ડોઝનો ઓર્ડર મળી ચૂક્યો છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ કોવિશીલ્ડ વેક્સિનનું ઉત્પાદન કરે છે. આગામી 4 દિવસમાં સીરમ કોવિશીલ્ડની રાજ્યોને સપ્લાઈ શરૂ કરી શકે છે. આ સપ્તાહે 5 રાજ્યોને વેક્સિન સપ્લાઈ કરવામા આવશે.

સીરમના સૂત્રોએ જણાવ્યું કે, સૌપ્રથમ મહારાષ્ટ્ર સહિત 5 રાજ્યોને કોવિશીલ્ડ વેક્સિન સપ્લાઈ કરવામા આવશે. અન્ય રાજ્યોને વેક્સિન સપ્લાઈ માટે 3 અઠવાડિયાનો સમય આપવામા આવ્યો છે, જેમ-જેમ વેક્સિનેશનનો જથ્થો રાજ્યોને મળવા લાગશે તેમ-તેમ વેક્સિનેશન અભિયાનની ઝડપમાં વધારો જોવા મળશે. સીરમ ઈન્સ્ટિટ્યૂટે બુધવારે જ રાજ્યો માટે કોવિશીલ્ડ વેક્સિનની કિંમત 400 થી ઘટાડી 300 કરી હતી.