ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ

0
86

ગાંધીનગર
તા 15
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે કોરોના સામેની જંગમાં વિજય મેળવ્યો. ટ્વીટ કરી ભાજપ પ્રમુખે કોરોના રિપોર્ટ નેગેટિવ આવવાની જાણ કરી. સી.આર.પાટીલને આવતીકાલે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. આઠ દિવસથી તેઓ ગાંધીનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ હતા. જોકે તેઓને થોડા દિવસ માટે હોમ ક્વોરેન્ટાઈન થવું પડશે. ભાજપ પ્રમુખ સી આર પાટીલે આખરે કોરોનાને માત આપી છે. ટ્વિટ કરીને ભાજપ પ્રમુખે શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેઓ ટ્વિટ કરીને કહ્યું કે, મારો આરટી-પીસીઆર રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તમામ લોકોનો આભાર.

તેઓ પોતાની ગુજરાત યાત્રા દરમિયાન અનેક કોરોના પોઝિટિવ નેતાઓના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતાને પગલે તેમણે કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જો કે આ એન્ટિજન ટેસ્ટ હતો. જે નેગેટિવ આવ્યો હતો. હવે તેમનો RTPC ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટ આવ્યા બાદ એમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ભાજપનાં અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જે રેલી દરમિયાન હાજર હતા તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેના પગલે સી.આર પાટીલે પણ પોતાનો કોરોના રિપોર્ટ કરાવ્યો હતો. તેમને છેલ્લા ઘણાં દિવસથી સી.આર પાટીલને નબળાઈ વર્તાઈ રહી હતી. જેથી એપોલો હોસ્પિટલમાં તેઓનું સિટી સ્કેન કરવામાં આવ્યું હતું. જ્યારે એન્ટિજન ટેસ્ટ પણ કરાયો હતો જે નેગેટિવ આવ્યો છે. જોકે તકેદારીના ભાગરૂપે તેમને RT-PCR ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જેના બાદ તેઓ પોઝિટિવ આવ્યા. હાલ તેઓ એપોલો હોસ્પિટલમાં દાખલ છે.