C. R પાટીલનો એન્ટીજન ટેસ્ટ નેગેટિવ, RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ

0
90

ગાંધીનગર,તા:08

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના એન્ટીજન ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. આ અંગે તેમણે ખુદ માહિતી આપી હતી. મહત્વનું છે કે, સી.આર. પાટીલ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના પ્રવાસે હતા. અનેક નેતાઓના સંપર્કમાં આવ્યા હતા. ત્યારે આજે તેમનો પણ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

આજે ભાજપના પ્રવકતા ભરત પંડ્યાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ અગાઉ અનેક ભાજપના નેતાઓ કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો પણ કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. તેમનો ગાંધીનગર હોસ્પિટલમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. આ અંગે તેમણે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે, મારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે. અત્યારે હું સંપૂર્ણ સ્વસ્થ છું.

સી.આર. પાટીલની સૌરાષ્ટ્ર મુલાકાત બાદ પણ અનેક નેતાઓના રિપોર્ટ પોઝિટિવ

તમને જણાવી દઈએ કે કોરોનાનું સંકટ હોવા છતા સી.આર. પાટીલે કાર્યક્રમ યોજાયા હતા. સૌરાષ્ટ્રમાં પણ સી.આર. પાટીલના પ્રવાસ બાદ કોરોનાનો રાફડો ફાટ્યો હતો. એક પછી એક ભાજપના નેતાઓ કોરોનામાં સપડાયા હતા. તેવામાં હવે કેટલાક ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને કાર્યકરોમાં કોરોના પોઝિટિવ આવી ચૂક્યા છે.