દલાઈ લામાએ કોરોના રસીનો પહેલો ડોઝ લીધો

0
46

નવી દિલ્હી
તા : 06
કોરોના વાયરસના ભયને દૂર કરવા દુનિયાભરમાં લોકો વેક્સિનને એક માત્ર તેનો તોડ સમજી લગાવી રહ્યા છે. ત્યારે તિબેટીયન આધ્યાત્મિક ગુરુ દલાઈ લામાએ પણ કોરોના વાયરસની રસી લીધી છે. દલાઈ લામાએ શનિવારે (6 માર્ચ) હિમાચલ પ્રદેશનાં ધર્મશાળાની ઝોનલ હોસ્પિટલમાં કોરોના વાયરસ રસીનો પ્રથમ ડોઝ લીધો છે.

ભારતમાં કોરોના રસીકરણ અભિયાનનો બીજો તબક્કો 1 માર્ચ, 2021 થી શરૂ થયો છે. આ રસીકરણ અભિયાનનાં પરિણામ રૂપે, દેશભરમાં 60 વર્ષ કે 45 વર્ષથી વધુ વયનાં, એવા લોકો કે જેઓ કોઈ ગંભીર બિમારીથી પીડાતા હોય તેઓને રસી આપવામાં આવી રહી છે. કોરોના રસીકરણ અભિયાનનાં બીજા તબક્કાનો આજે છઠ્ઠો દિવસ છે. કોવિડ-19 રસીનો પ્રથમ ડોઝ લીધા પછી, દલાઈ લામાએ કહ્યું કે તે ગંભીર રોગોને રોકવામાં મદદગાર છે.

કોરોના રસી લીધા પછી, દલાઈ લામાએ કહ્યું, આ ઈંજેક્શન (રસી) ગંભીર સમસ્યાઓ થવાથી બચાવ માટે ખૂબ મદદરૂપ છે, અન્ય દર્દીઓએ પણ આ ઇન્જેક્શન લેવું જોઈએ.’ મોટાભાગનાં લોકોએ આ ઇન્જેક્શન્સ લેવાની હિંમત કરવી જોઈએ. દલાઇ લામાની કચેરીએ ભારત સરકાર અને હિમાચલ પ્રદેશ સરકારને આધ્યાત્મિક ગુરુને રસીની પ્રથમ ડોઝની વ્યવસ્થા કરવા બદલ આભાર માન્યો છે.