IPL : પાવર પ્લે અને ડેથ ઓવરમાં મુંબઈના બોલર સફળ

0
15

દુબઇ
તા : 08
મુંબઈ ઈન્ડિયન્સે મંગળવારે રાજસ્થાન રોયલ્સને હરાવીને 6 મેચમાં ચોથો વિજય પ્રાપ્ત કર્યો છે. મુંબઈના આ સીઝનમાં બોલર, બેટ્સમેન અને ફીલ્ડરના પ્રદર્શનથી લાગે છે કે તેમણે ટાઈટલ બચાવવાની તૈયારી શરૂ કરી દીધી છે. મુંબઈના ફાસ્ટ બોલર પાવર પ્લે અને ડેથ ઓવરમાં સૌથી સફળ રહ્યા છે. શાનદાર બેટિંગને કારણે મુંબઈએ સળંગ 5મી મેચમાં 190+ સ્કોર બનાવ્યો છે. આઈપીએલમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ પણ મુંબઈના નામે છે.

મુંબઈએ રાજસ્થાન વિરુદ્ધ 193 રન બનાવ્યા હતા. ટીમે સળંગ પાંચમી મેચમાં 190+ સ્કોર કર્યો છે. ચેન્નઈ અને દિલ્હીએ 2018માં અને ગુજરાત લાયન્સે 2017 અને પંજાબે 2014માં સળંગ 3-3 વખત 190+ સ્કોર બનાવ્યો હતો. 11 વખત વિરોધી ટીમોને ઓલઆઉટ કરી છે મુંબઈ ઈન્ડિયન્સે સૌથી વધુ. ચેન્નઈ સુપરકિંગ્સ બીજા નંબરે છે. તેની વિરોધી 19 વખત ઓલઆઉટ થઈ છે. બેંગલુરુએ 17, રાજસ્થાને 15, પંજાબે 14, દિલ્હી અને હૈદરાબાદે 12-12, કોલકાતાએ 11 વખત વિરોધીઓને ઓલઆઉટ કર્યા છે.