કેરળમાં ગર્ભવતી મહિલાને દાખલ કરવાની ના પાડતાં જોડિયા બાળકોના મોત

0
59

તિરૂવનંતપુરમ,તા:28

કોરોના કાળમાં માણસ બચવા માટે માણસને મદદ કરવાથી ગભરાય છે તેવી ઘણી ઘટનાઓ સામે આવી હશે. તમને સાંભળને એવુ લાગતુ હશે કે હવે દુનિયામાંથી માણસાઇનો અંત આવ્યો છે. આ પ્રકારનો કિસ્સો હાલમાં કેરળમાં સામે આવ્યો છે.

મહિલાને કોરોના છે તેવી શંકાને લીધે એક બાદ એક ત્રણ હોસ્પિટલે તેને દાખલ કરવાની ના પાડી દીધી જેના કારણે મહિલાના ગર્ભમાં રહેલા જોડિયા બાળકોના મોત થઇ ગયા હતા.આ કિસ્સો કેરળના મલ્લપુરમનો છે. મહિલાના પતિએ હોસ્પિટલ પર બેજવાબદારીનો આરોપ લગાવ્યો છે. પતિના કહ્યાં મુજબ 20 વર્ષની શહાલાને લેબર પેઇન શરૂ થયુ તે બાદ તેને શનિવારે સવારે 4 વાગ્યાની આસપાસ મંજરી મેડિકલ હોસ્પિટલ લઇને ગયા પરંતુ ત્યાં બેડ ન હોવાને કારણે મહિલાને ભરતી કરવામાં આવી ન હતી. બાદમાં અન્ય 2 દવા ખાનામાં પણ તેને દાખલ કરવાની ના પાડી. બાદમાં મંજરી દવાખાનામાં જ તેની ડિલેવરી કરવામાં આવી ત્યાં સુધી ખુબ મોડુ થઇ ગયુ હતુ. ગર્ભમાં જ જોડિયા બાળકોના મોત નિપજ્યા હતા.મહિલાના પતિનું નામ એન સી શરીફ છે. તેનો આરોપ છે કે, મંજરી દવાખાનુ કોવિડ હોસ્પિટલ છે અને ત્યાં બેડ ખાલી નથી તેવું કહેવામાં આવ્યું હતું. પરિવાર મહિલાને એકથી બીજા હોસ્પિટલ લઇને ભટકતી રહી પરંતુ કોઇએ તેને ભર્તી ન કરી.

શેરીફ અનુસાર સપ્ટેમ્બરમાં તેની પત્નીને કોવિડ પોઝીટીવ થઇ હતી જેના થોડા દિવસો બાદ રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. 18 સપ્ટેમ્બરે જ ડિલીવરી પેઇન શરૂ થયુ હતુ અને ઘણા બધા કોમ્પિકેશન બાદ તેને એડમિટ કરવામાં આવી પરંતુ ત્યાં સુધી તેમના બંને બાળકો મૃત્યુ પામ્યા હતા.કેરળના સ્વાસ્થ્ય પ્રધાન કેકે શૈલજાએ આ ઘટના પર દુખ વ્યક્ત કર્યુ છે. તેમણે સ્વાસ્થ્ય સચિવને આ બાબતની તપાસ કરવા માટે કહ્યું છે અને જે પણ રિપોર્ટ આવે તે તેમને સોંપવાની વાત કરી છે.