વાપીમાં લગ્નના બે દિવસ પહેલા જ યુવતીનું કોરોનાથી મોત

0
18

કપરાડા
તા : 22
કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. રાજ્યમાં દરરોજ 100થી વધારે લોકો મોતને ભેટી રહ્યા છે. જોકે, આ તો સરકારી ચોપડે નોંધાયેલા મોત છે. વાસ્તવિક આંકડા આનાથી ખૂબ વધારે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બીજી લહેરમાં અનેક કોરોના વૉરિયર્સ પણ મોતને ભેટી રહ્યા છે. બુધવારે વાપી (Vapi)ની હૉસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી યુતીએ કોરોના સામે જંગ લડતાં લડતાં દમ તોડી દીધો નર્સને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. આવતીકાલે એટલે કે 23મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન હતા. એટલે કે યુવતીએ તેની પીઠીના દિવસે દમ તોડી દીધો હતો. યુવતીના મોતથી પરિવારમાં લગ્નની ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.

કપરાડા તાલુકાના મોટાપોંઢાની મનિષા પટેલ નર્સિંગનો કોર્ષ કરી વાપીની ખાનગી હોસ્પિટલમાં નર્સ તરીકે સેવા આપતી હતી. જોકે, હાલ તેણી કોઈ હૉસ્પિટલમાં ફરજ પર ન હતી. આ દરમિયાન યુવતીને તાવ આવ્યો હતો. જે બાદમાં તેણીને સારવાર માટે સેલવાસની ખાનગી હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. યુવતીને કોરોના પોઝિટિવ હોવાનું માલુમ પડ્યું હતું. ધીમે ધીમે તબિયત લથડતા યુવતીને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. ખાનગી હૉસ્પિટલ ખાતે કોરોના સામે લડતાં લડતાં યુવતીએ દમ તોડી દીધો હતો. પરિવારના સભ્યો પાસેથી મળતી માહિતી પ્રમાણે 23મી એપ્રિલના રોજ યુવતીના લગ્ન નક્કી થયા હતા.