દિલ્હીમાંથી લૂંટારુઓને ભગાડવાના છે : રાકેશ ટિકૈત

0
23

નવી દિલ્હી
તા : 25
નવા કૃષિ કાયદાઓ સામે ખેડૂતોનુ આંદોલન ચાલુ જ છે. દરમિયાન ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે ફરી દિલ્હીમાં ટ્રેકટર માર્ચ કરવાની જાહેરાત કરી છે અને તેને લઈને ફરી ચર્ચા શરુ થઈ ગઈ છે. ટિકૈતે બે દિવસ પહેલા કહ્યુ તહુ કે, દિલ્હીમાં 40 લાખ ટ્રેકટરો લઈને ખેડૂતો ઉમટી પડશે. તેનાથી હિંસા થવાની શક્યતા પર ટિકૈતે કહ્યુ હતુ કે, હિંસાનો સવાલ જ થી.જો ખેડૂત ટ્રેક્ટર ખેતરમાં ચલાવે અને અનાજ ઉગાડે તો તે હિંસા નથી અને જો તે રસ્તા પર ટ્રેકટર ચલાવે તો હિંસા થઈ જશે?તેના કરતા તો ટ્રેક્ટર પર જ પ્રતિબંધ કેમ નથી મુકી દેતા

તેમણે સરકારને પડકાર ફેકંતા કહ્યુ હતુ કે, દિલ્હીની સરકાર કાન ખોલીને સાંભળી કે ટ્રેકટર પણ એજ છે અને ખેડૂતો પણ એ જ છે.દિલ્હીમાં મોટી મોટી કંપનીઓના લૂંટારુ આવી ગયા છે અને તેમને ભગાડવા પડશે, આ લોકોએ દેશના ખેડૂતોની ઉપજની લૂંટ ચલાવી છે. એમએસપી પર સરકાર કાયદો બનાવે અને તેનાથી ઓછી કિંમત પર કોઈન ખેડૂતો પાસેથી ખરીદી કરવાની પરવાનગી હોવી જોઈએ નહી.

તેમણે કહ્યુ તહુ કે, લાલ કિલા પર હિંસાના આરોપી લખવા સિધાનાને હું જાણતો નથી.લાલ કિલા પર જે હિંસા થઈ હતી તેને અ્ને નવા કાયદાને કોઈ સબંધ નથી.જેમણે લાલ કિલ્લા પર ઝંડો ફરકાવ્યો હતો તેમની સામે કાર્યવાહી થશે.સરકાર 3 મહિનાથી આંદોલન કરી રહ્યા છે પણ સરકાર એમએસપી પર કાયદો બનાવી રહી નથી.