સુરત ડાયમંડ એસોસિએશનના પ્રમુખ-ઉપપ્રમુખની નિમણૂંક

0
45

સુરત
તા : 19
સુરત ડાયમંડ એસોસિએશનની કારોબારીની મિટીંગ મળી છે. આ મિટીંગમાં નવી ટર્મના પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક થઈ છે. જેમાં પ્રમુખ તરીકે નાનુભાઈ વેકરીયા અને ઉપપ્રમુખ પદે સવજીભાઈ ભરોડીયાની નિમણૂંક કરવામાં આવી છે. આ બેઠક અગાઉ જ સુરત ડાયમંડ એસોસિએશનના મેનેજીંગ કમિટીના સભ્ય કિર્તી શાહે સુરત ડાયમંડ એસોસિએશિનને પત્ર લખીને આરોપ મુક્યા છે કે, કેટલાંક લોકો બંધારણ પ્રમાણે ચૂંટણી યોજી પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યોની બંધારણ પ્રમાણે ચૂંટણી કમિટીની નિમણુંક કરીને ચૂંટણી કરવાની જગ્યાએ પોતાના માનિતાઓને સીધા જ ઉમેદવાર બનાવીને નિમણુંક કરાય છે. જો કે આ અંગે ચૂંટણી કરીને નિમણૂંક આપવાની પણ તૈયારી દર્શાવવામાં આવેલી.

સુરત ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્યોની થોડા દિવસ પૂર્વે ચૂંટણી થઈ છે. ત્યારે આજે તા.19મી સપ્ટેમ્બરના શનિવારના રોજ મળેલી નવી ટર્મના કારોબારીની મિટીંગમાં પ્રમુખ-ઉપપ્રમુખની નિમણુંક થઈ છે. જેમાં પ્રમુખ પદે નાનુભાઈ વેકરીયા અને ઉપપ્રમુખ પદે સવજીભાઈ ભરોડીયાની નિમણૂંક કરવામાં આવી છે. સાથે જ સહમંત્રી તરીકે દામજીભાઈ માવણીની નિમણુંક કરવામાં આવી છે.