ટીએમસીના પૂર્વ સાંસદ દિનેશ ત્રિવેદી ભાજપમાં જોડાયા

0
42

નવી દિલ્હી
તા : 06
પશ્ચિમ બંગાળમાં 27 માર્ચથી યોજાનારી ચુંટણી પૂર્વે ભાજપ અને ટીએમસી વચ્ચે આરપારની લડાઈ ચાલી રહી છે. જેમાં આ જ ઘટનાક્રમમાં ટીએમસીના પૂર્વ સાંસદ અને પૂર્વ રેલ્વે મંત્રી Dinesh Trivedi શનિવારે ભાજપમાં જોડાયા છે. તેવો ભાજપના પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડાની હાજરીમાં ભાજપમાં જોડાયા હતા. પશ્ચિમ બંગાળમાં ચૂંટણીની જાહેરાત બાદ દિનેશ ત્રિવેદીનું ભાજપમાં જોડાવવું ટીએમસી માટે મોટો આંચકો છે.

મુકુલ રોય, શુભેન્દુ અધિકારી અને Dinesh Trivedi જેવા અનેક દિગ્ગજ નેતાઓ ભાજપમાં આવ્યા બાદ મમતા બેનર્જી માટે ચિંતા વધી છે. જેમાં શુક્રવારે મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના 291 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી અને પોતે નંદીગ્રામ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આ વખતની ચુંટણીમાં મમતા બેનર્જીને ભાજપમાં જોડાયેલા તેમના પૂર્વ સાથીઓથી જ પડકારનો સામનો કરવો પડશે.