કિયારાએ આ દિગ્દર્શક સાથે કરી ડીલ સાઇન

0
48

મુંબઇ
તા : 26
બોલીવૂડ અદાકારા કિયારા અડવાણીની કારકિર્દી પાટે ચડી રહી છે. તેની પાસે ટોચના બે સ્ટારો સાથેની ફિલ્મ છે. જેમાં એક રામચરણ તેમજ બીજો રણવીર સિંહ છે. છેલ્લા થોડા દિવસોથી ચર્ચા હતી કે, કિયારા રામચરણની ફિલ્મ આર સી ૧૫નો હિસ્સો બનવાની છે. જોકે હવે આ ફિલ્મની ડીલ તેણે ફાઇનલ કરી છે અને ફિલ્મ સાઇન કરી છે. આ ઉપરાંત અભિનેત્રીએ સાઉથના જાણીતા દિગ્દર્શક શંકર સાથે અમુક ફિલ્મોની ડીલ સાઇન કરી છે.

કિયારાએ બીજી એક ફિલ્મ રણવીર સિંહ સાથે કરી છે. આ ફિલ્મ સાઉથની હિટ ફિલ્મ અન્નિયનની રીમેક છે. જે આવતા વરસે ફ્લોર પર જવાની છે. આ ફિલ્મમાં તે નંદિનીનો રોલ કરી રહી છે. મૂળ ફિલ્મમાં આ રોલ સુધાએ કર્યો હતો. કહેવાય છે કે, કિયારા રામચરણની ફિલ્મનું શૂટિંગ પુરુ કર્યા પછી જ રણવીર સિંહ સાથેની ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની છે. સાઉથની આ મૂળ ફિલ્મ ૨૦૦૫માં રિલીઝ થઇ હતી અને બોક્સઓફિસ પર ટંકશાળ પાડી હતી.