રિયાના જુઠ્ઠાણાનો ડો.હરીશ શેટ્ટીએ કર્યો પર્દાફાશ….

0
55

મુંબઈ,તા:03

બોલિવૂડની એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂત ડિપ્રેશનની સમસ્યાનો સામનો કરી રહ્યો હતો ત્યારે તે ડૉ. હરીશ શેટ્ટી પાસે સારવાર લેતો હતો. ત્યાર બાદ પણ તે હરીશ શેટ્ટીના સંપર્કમાં રહ્યો હતો. હવે આ અંગે હરીશ શેટ્ટીએ નવો જ ખુલાસો કર્યો છે. તેમણે એમ કહ્યું હતું કે તે જીવનમાં માત્ર એક જ વાર સુશાંતને મળ્યા છે. 2014માં સુશાંત ઉંઘ નહીં આવવાની સમસ્યાથી પીડાતો હતો ત્યારે તે મને મળ્યો હતો. તે ઇલાજ કરાવવા માટે મારી પાસે આવ્યો હતો.

સુશાંત કેસમાં આવ્યો નવો ટ્વિસ્ટ

સુશાંતસિંહ રાજપૂતે 14મી જૂને આત્મ હત્યા કરી લીધી હતી. પ્રારંભમાં આ આત્મ હત્યાનો કેસ લાગતો હતો પરંતુ ત્યાર બાદ વિવિધ તપાસમાં અલગ અલગ તારણો આવ્યા હતા. મુંબઈ અને બિહાર પોલીસની તપાસ બાદ હવે સીબીઆઈ આ મામલે તપાસ કરી રહી છે. આ ઉપરાંત સુશાંત અંગે દરરોજ નવા નવા ખુલાસા આવી રહ્યા છે અને નવા વળાંકો આવે છે.

ડોક્ટર હરીશ શેટ્ટીએ જણાવી હકીકત

મુંબઈ પોલીસ સમક્ષ રજૂઆત કરતાં હરીશ શેટ્ટીએ જણાવ્યું હતું કે સુશાંત 2014માં મારા અંધેરી ખાતેના ક્લિનીક પર આવ્યો હતો. તેણે અગાઉથી કોઈ એપોઇન્ટમેન્ટ લીધી ન હતી. તે આવ્યો ત્યારે પુષ્કળ ભીડ હતી તેથી હું તેની પૂરેપૂરી વિગતો લઈ શક્યો ન હતો. સુશાંતે મને કહ્યું હતું કે જો વધારે વિગતની જરૂર હોય તો તે ફરીથી આવી જશે. સુશાંતે કહ્યું હતું કે તેને ઉંઘ આવતી નથી. મેં તપાસ કરી પણ ખાસ સમસ્યા ન હતી. ઉંઘ માટે મેં તેની કેટલીક દવા આપી હતી અને આગળની એપોઇન્ટમેન્ટ આપી દીધી હતી.હરીશ શેટ્ટીએ કહ્યું કે તે ફરી વાર આવ્યો જ નહીં. સામાન્ય રીતે હું દર્દીને કેટલાક સવાલ કરું છું. પહેલી જ તપાસમાં હું એ જાણવાનો પ્રયાસ કરું છું કે તેના મનમાં આત્મ હત્યા જેવા વિચારો તો નથી ને? તેને કોઈ બાબતનો ડર લાગે છે, કોઈ ફોબિયા છે વગેરે સવાલો બાદ મને જવાબ મળી જાય એટલે હું તેને દવા લખી આપતો હોઉં છું.