ડ્રગ્સ કેસ પર શાહરૂખની પુત્રીની પોસ્ટ વાયરલ

0
69

મુંબઈ
તા 26
સુશાંતસિંહ રાજપૂતનાં અવસાન બાદ કેસની તપાસ દરમિયાન ડ્રગ્સનો મુદ્દો બહાર આવ્યો હતો. ત્યારથી બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સને લઈને ભારે હોબાળો મચી રહ્યો છે. ઇન્ડસ્ટ્રીમાં ડ્રગ્સના કેસમાં એક પછી એક ઘણા નામ જોડાઈ રહ્યા છે. દિપીકા પાદુકોણ, રકુલ પ્રિત સિંહ, શ્રદ્ધા કપૂરના આઘાતજનક નામ પણ સામે આવ્યા છે. એનસીબી હવે આ તમામની પૂછપરછ કરી રહી છે. આ કિસ્સામાં સેલેબ્સની પ્રતિક્રિયાઓ સતત બહાર આવી રહી છે. તે જ સમયે હવે બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનની પુત્રી સુહાના ખાનની એક પોસ્ટની ચર્ચા સોશિયલ મીડિયામાં થઈ છે. સુહાનાએ સોશિયલ મીડિયા પર મહિલાઓ પ્રત્યેના ખોટા અને દ્વેષપૂર્ણ વર્તન અંગે પોતાના મંતવ્યો શેઅર કર્યા છે.

સુહાના ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી શેઅર કરી છે. સુહાનાની આ ઈન્સ્ટા સ્ટોરી અંગ્રેજીમાં છે. તેણે લખ્યું, ‘મિસોયોગિની ન માત્ર મહિલાઓ પ્રત્યે નફરત છે, પરંતુ તે મહિલાઓ પ્રત્યે એક પ્રકારનું દ્વેષપૂર્ણ વર્તન છે. તમારે સચેતપણે એવું વિચારવાની જરૂર નથી કે તમે સ્ત્રીઓને ધિક્કારતા હો છો પરંતુ તમારી જાતને પૂછો કે જ્યારે કોઈ સ્ત્રી કાંઈક એવું કરે છે કે જે તમને લાગે છે કે તે પુરુષ દ્વારા કરવામાં આવ્યું હોત તો કેમ તેના કરતાં વધુ પ્રતિક્રિયાશીલ લાગે છે.